ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતની અને મૂળ અમદાવાદની અભિનેત્રી પર દેશના ટોચના જાણીતા ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. જાણીતી અભિનેત્રી પર રેપ કેસમાં દિગ્ગજ બિઝનેસ ટાયકૂનનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પીડિતાએ ફરિયાદમાં જેજે બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે જાણીને તો તમારા હોશ પણ ઉડી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં જે વાતો સામે આવી છે તેમાં એવો પક્ષ આક્ષેપ કરવામાં આવ્યો છેકે, ગાડી-બંગલો આપીને સજ્જન જિંદાલ ગુજરાતી અભિનેત્રીને રોજ પોતાની સાથે સુવડાવતા હતાં. એટલું જ નહીં. લગ્નનું હનુ આપીને દેશના ટોચના ઉદ્યોગપતિ આ ગુજરાતી અભિનેત્રી સાથે રોજ સુહાગરાત મનાવતા હતાં. બિઝનેસમેનને જ્યારે ઈચ્છા થાય ત્યારે તે અભિનેત્રી પાસે પહોંચી જતા અને પોતાના શરીરની ભૂખ પુરી કરતા. જ્યારે પાસે ના હોય ત્યારે મોબાઈલમાં આ ઉદ્યોગપતિ હીરોઈનને મેસેજ કરીને તેના નગ્ન ફોટા જોવા માટે મંગાવતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.


પોલીસ ફરિયાદમાં પીડિતાએ કરેલાં આરોપો મુજબ સજ્જન જિંદાલે તેને કહ્યું હતું કે ભારતમાં રહીને પોતે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી. સજ્જન જિંદાલે તેને વિદેશમાં સેટ કરી આપવાની ઓફર આપી હતી. જોકે, આ હીરોઈને પોતે ભારતમાં કાયદેસરની પત્નીના દરજ્જાની માંગણી કરી છે. જેએસડબલ્યૂ સ્ટીલના ૬૪ વર્ષીય સીએમડી સામે રેપના આરોપોથી ખળભળાટ  મચી ગયો છે. અભિનેત્રીએ હિન્દી-સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. હવે કંઈ અભિનેત્રી હોઈ શકે છે તેના પર પણ લોકો અનેક તર્કવિતર્ક લગાવી રહ્યાં છે.


ફરિયાદમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ ઉદ્યોગપતિ અને અભિનેત્રી બન્ને આઈપીએલની મેચ દરમિયાન સ્ટેડિયમમાં મળ્યા હતાં. ત્યાર બાદ આ બન્ને મહારાષ્ટ્રના એક દિગ્ગજ રાજનેતાના પુત્રના લગ્નમાં પણ બન્ને એક સાથે દેખાયા હતાં. ભારત વતી ટ્રેક ટુ ડિપ્લોમેસીમાં સામેલ સજ્જન જિંદાલ પાક.ના પૂર્વ પીએમ નવાઝ શરીફના ખાસ મિત્ર હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.


ઉદ્યોગપતિ સજજન જિંદાલ સામે બળાત્કારના આરોપથી રાજકીય અને ડિપ્લોમેટિક વર્તુળોમાં પણ ભારે હલચલ મચી ગઈ છે. જોકે, ફરિયાદ અંગે સજ્જન જિંદાલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુંકે, સમગ્ર ફરિયાદ ખોટી છે. જરૂર પડશે તો હું પોલીસ તપાસમાં તમામ પ્રકારનો સહકાર આપવાની ખાતરી આપું છું.


અમદાવાદની ૩૦ વર્ષીય અભિનેત્રીને લગ્નના સ્વપ્ન દાખવી, બંગલો અને કાર આપવાની તથા બિઝનેસ સેટ કરવાની ઓફર આપીને જિંદાલે તેની જાતીય સતામણી કરી હોવાનું કહેવાય છે. પોલીસે કરિયાદ ન લેતાં પીડીતાએ બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. છેવટે કોર્ટના હસ્તક્ષેપ બાદ ઉદ્યોગપતિ જિંદાલ સામે એફઆઈઆર કરવામાં આવી. આ મામલામાં પોલીસ બહુ જલ્દી જિંદાલને પૂછપરછ માટે બોલાવી શકે છે. એફઆઈઆરમાં આપેલી વિગતો મુજબ ઓક્ટોબર, 2021માં પીડિતા દુબઈમાં ઈન્ડિયન પ્રીમીયરક લીગ એટલેકે, આઈપીએલની મેચ જોવા ગઈ હતી. ત્યારે તે ઉદ્યોગપતિ સજ્જન જિંદાલના સંપર્કમાં આવી હતી. 


બેબી, બેબ્સ કહીને મેસેજીસ કરતા હતા ઉદ્યોગપતિઃ
ફરિયાદમાં પીડિતાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છેકે, સજજ્ન જિંદાલ સાથે તે પ્રેમ સંબંધમાં હતી. સજ્જન જિંદાલે લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર જાતિય શોષણ કર્યું હતું. સજ્જન જિંદાલને હોટ હસીનાઓ પસંદ હતી. જિંદાલ તે અભિનેત્રીને બેબી, બેબ્સ કહીને મેસેજ કરતા હતા. એટલું જ નહીં તે વારંવાર ફોન પર તેને જુના ફોટા અગાઉ લીધેલી તસવીરો બતાવીને બ્લેકમેઈલ કરતા હતા. અને ઈચ્છા થાય ત્યારે ફોન કે મેસેજ કરીને આંતરવસ્ત્રોમાં તો ક્યારેક અભિનેત્રીના નગ્ન ફોટા મોબાઈલમાં મંગાવતા હતાં. 


ભારતમાં લગ્ન શક્ય નથી, પરદેશમાં વસવાટની ઓફર આપીઃ
અભિનેત્રીએ એફઆઈઆરમાં એવો પણ ઘટસ્ફોટ કર્યો છેકે, જિંદાલે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં જિંદાલે તેનં એવું કહીને ફોસલાવી હતીકે, ભારતમાં લગ્ન કરવા શક્ય નથી. આપણે વિદેશમાં જઈને સાથે રહીશું. આવી ઓફર આપીને પણ તેને છેતરી હતી.