Gerbera Farming: ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને આજે પણ ઘણી વસતિ કૃષિ પર નિર્ભર છે. ખેડૂતોના વિકાસથી દેશનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.તો ખેડૂતો પણ હવે પ્રગતિશીલ બની રહ્યા છે. અને પરંપરાગત ખેતી છોડીને નવીન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત બિહારના છે. જેઓ એક ખાસ પ્રકારના ફૂલ એટલે કે જરબેરાની ખેતી કરી રહ્યા છે અને વર્ષે દહાડે 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા હોવાનું થોડા સમય પહેલાં જ સામયિકોમાં પ્રકાશિત થયું હતું. જેના પરથી તમે એગ્રીકલ્ચર અને ખાસ કરીને બાગાયત ખેતીના મહત્ત્વનો અંદાજો લગાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલોક કુમાર નામના ખેડૂત બિહારના નાલંદાના છે. જેણે બીએસસી અને એમએસસી હૉર્ટિકલ્ચરનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ખેતી જ કરવાનું પસંદ કર્યું. એ પણ જરબેરાના ફૂલની. જે સૂર્યમુખી જેવા કંઈક અંશે લાગે છે. આ ફૂલની ખેતી માટે તેમણે પૉલીહાઉસ બનાવ્યું, કારણ કે જરબેરાના ફૂલની ખેતી પૉલીહાઉસમાં 12 મહિના કરવામાં આવે છે. હાલ આલોક કુમાર સાત પ્રકારના જરબેરાના ફૂલ ઉગાડે છે. આ ફૂલનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં, ઓફિસ, રેસ્ટોરન્ટ અને હોટેલને સજાવવામાં કરી શકાય છે. આ ફૂલની સૌથી મોટી ખાસિયત એ છે રે, જરબેરાનો છોડ ચાર વર્ષ સુધી જીવિત રહે છે.


જરબેરાના ફૂલો ખૂબ જ મનમોહક હોય છે અને તેની કિંમત 8 થી 15 રૂપિયા સુધીની હોય છે. ખાસ કરીને લગ્નની સિઝનમાં તેનો ભાવ વધારે વધી જાય છે. તમને જણાવી દઈએ કે, આલોક કુમાર આ જરબેરાની ખેતી કરીને વર્ષના 50 લાખની કમાણી કરે છે. આ સાથે તેમણે 22 લોકોને નોકરી પર રાખ્યા છે. આલોકને જોઈને આસપાસના અન્ય લોકો પણ આ જ રીતે જરબેરાના ફૂલની ખેતી તરફ વળી રહ્યા છે.