દેશમાં શાકભાજીઓમાં ભીંડા લગભગ બધાને ભાવતા હોય છે. જો કે મોટાભાગના લોકોને લીલા ભીંડા વિશે જ ખબર હોય છે બહું ઓછા લોકોને લાલ ભીંડા વિશે માહિતી હશે. આ ભીંડા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને હ્રદયના સ્વાસ્થ્ય માટે તે ખુબ લાભકારી માનવામાં આવે છે. તેને કુમકુમ ભીંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમકુમ ભીંડા માટે બલુઈ દોમટ માટી સારી ગણાય છે. માટીનું પીએચ માન 6.5 અને 7.5 વચ્ચે હોવું જોઈએ. ધ્યાનમાં રાખવું કે જે ખેતરમાં ભીંડાની ખેતી થતી હોય તે પાણીના નીકાલવાળું હોવું જોઈએ. લાલ ભીંડાની ખેતી વર્ષમાં બેવાર થઈ શકે છે. કુમકુમ ભીંડાના વાવેતર માટે સૌથી સારો સમય ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો હોય છે. 


સામાન્ય લીલી ભીંડીની જેમ જ થતી હોય છે લાલ ભીંડાની ખેતી
સામાન્ય રીતે લીલા ભીંડાની જેમ જ તેને પણ ઉગાડવું સરળ છે. તેનો ખર્ચો પણ સામાન્ય ભીંડાની ખેતી જેટલો આવે છે. એટલું જ નહીં તેના લાલ રંગના કારણે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ઘણું વધુ હોય છે અને વૈજ્ઞાનિક તેને રાંધીને ખાવાની જગ્યાએ સલાડની જેમ ખાવાની સલાહ આપતા હોય છે. 


સિંચાઈ
કુમકુમ ભીંડાના પાકમાં સિંચાઈ લીલા ભીંડીની જેમ જ થાય છે. માર્ચના મહિનામાં 10થી 12 દિવસના ગાળામાં, એપ્રિલમાં 7 થી 8 દિવસના ગાળામાં અને મે-જૂનમાં 4થી 5 દિવસના ગાળામાં સિંચાઈ કરવી જોઈએ. વરસાદની ઋતુમાં જો વરસાદ વધુ થાય તો સિંચાઈની જરૂર પડતી નથી. રવિ સીઝનમાં વાવેતર કરવા પર 15 થી 20 દિવસના ગાળામાં સિંચાઈ કરવી જોઈએ.


જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન!, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો મુશ્કેલીમાં મુકાશો


સાપ્તાહિક રાશિફળ: મિથુન સહિત આ 4 રાશિના જાતકો માટે આ સપ્તાહ છે ખુબ જ ભાગ્યશાળી


જોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ થઈ શકે છે ભૂસ્ખલન, ISRO એ બહાર પાડી યાદી 


જબરદસ્ત નફો
અત્રે જણાવવાનું કે લાલ ભીંડાને ઉગાડવામાં વધુ ખર્ચો આવતો નથી. બજારમાં તેનું વેચાણ લીલા ભીંડા કરતા વધુ કિંમતે થાય છે. બજારમાં લાલ ભીંડા લગભગ 500 રૂપિયે કિલો સુધી વેચાતા હોય છે.  ક્યારેક તેનો રેટ વધીને 700થી 800 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. એવું કહેવાય છે કે એક એકરમાં તેની ઉપજ 40થી 50 ક્વિન્ટલ છે. આવી સ્થિતિમાં તમે પણ લાલ ભીંડાની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. એ રીતે જોઈએ તો ખેડૂત એક એકરમાં લાલ ભીંડાની ખેતી કરીને સારો નફો રળી શકે છે. યુપી, એમપી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને દિલ્લીમાં તેની ખેતી કરવામાં આવે છે. આ ભીંડાનો પાક પણ 40થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube