નવી દિલ્હી: હાઇવે પર ગાડી ચલાવનારાઓ માટે મોટા સમાચાર છે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર થનાર ટ્રાફિકજામમાંથી છુટકારો અપાવવા માટે બધા વાહનોને ચાર મહિનાની અંદર ફાસ્ટ ટેગ સાથે જોડવાની જાહેરાત કરી છે. નિતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે ફાસ્ટ ટેગ લગાવવાથી ફાસ્ટ ટેગ લગાવવાથી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપનાર વાહનોની લાઇન ખતમ થઇ જશે. એટલા માટે ચાર મહિનામાં બધા વાહનો ફરજિયાતપણે આ ટેગ લગાવવા માટે કહ્યું છે. નવા વાહનો પર વેચાણ સમયે જ ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.   


અત્યાર સુધી 58 લાખ ફાસ્ટ ટેગ આપી ચૂક્યા છે
તેમણે કહ્યું કે અત્યાર સુધી 58 લાખ ફાસ્ટ ટેગ વિતરણ કરવામાં આવ્યા છે. આ ટેગ લગાવવાથી વાહનોને ડિજિટલ રીતે ટોલ ટેક્સની ચૂકવણી કરવી પડે છે અને તેની રકમ પહેલાં જ લેવામાં આવે છે એટલા માટે આ ટેગ સાથે જોડાયેલા વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નથી. તેમણે કહ્યું કે નેશનલ હાઇવે પર સ્થિત ટોલ પ્લાઝા પર ટોલ આપવા માટે વાહનોની લાંબી લાઇનો લાગશે નહી, તેના માટે નવા અને સારી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.