Fastag Toll : ટોલ માટે હવે ફાસટેગ જરૂરી, જાણો શું છે ફાયદા
Fastag: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય (Road Transport Ministry) દ્વારા તમામ નેશનલ હાઇવે (National Highway) પર ટોલ વસુલીને ઓનલાઇન (Online) કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે ઇ-મની (E-Money) દ્વારા જ ટોલ (Toll) વસુલવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
નવી દિલ્હી : Fastag: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય (Road Transport Ministry) દ્વારા તમામ નેશનલ હાઇવે (National Highway) પર ટોલ વસુલીને ઓનલાઇન (Online) કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે ઇ-મની (E-Money) દ્વારા જ ટોલ (Toll) વસુલવામાં આવશે. દેશમાં જેટલા પણ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા છે ત્યાં 1લી ડિસેમ્બરથી ફાસટેગ (Fastag) દ્વારા જ ટોલ વસુલવામાં આવશે.
ફાસટેગ પર કેશ બેક
ફાસટેગ 400થી 500 રૂપિયામાં ઉપલબ્ધ છે. જેને ઓનલાઇન પણ ખરીદી શકાય છે. જેમાં 100 રૂપિયા ફાસટેગની કિંમત, 200 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી રકમ અને 200 રૂપિયાનું પ્રારંભિક રિચાર્જ મળે છે. જેની વેલિડિટી લાઇફ ટાઇમ રહે છે. જ્યારે આ ટ્રાન્જેક્શન પર ગ્રાહકોને અઢી ટકા જેટલું કેશ બેક પણ મળે છે.
કેશ માટે એક જ લાઇન
NHAI દ્વારા વાહન ચાલકોને ફાસટેગ માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં કહેવાયું છે કે, 1લી ડિસેમ્બરથી તમારા વાહનોમાં Fastag લગાવી લો, કે જેથી ટોલ પ્લાઝા પર મુસીબતનો સામનો ન કરવો પડે. તેમણે કહ્યું કે, 1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર કેશ માટે માત્ર એક જ લાઇન રાખવામાં આવશે.
ફાસટેગથી સમય બચશે
એનએચએઆઇના પીડી વિરેન્દ્ર સિંહનું કહેવું છે કે, હાલમાં રોકડ વ્યવહારને લીધે ટોલ પ્લાઝા પર એક કલાકમાં 240 જેટલા જ વાહનો પસાર થઇ શકે છે જ્યારે Fastag લેવાથી વાહન ચાલકોનો સમય બચશે અને ટોલ પ્લાઝા પર એક કલાકમાં અંદાજે 1200 જેટલા વાહનો પસાર થઇ શકશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube