નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ (Electronic Toll)ને પ્રોત્સાહન આપવા અને સડક પર વાહન ચલાવતા લોકોને સુવિધા આપવાના હેતુ સાથે સરકાર દેશના તમામ નેશનલ હાઈવે (National Highway) ટોલ પ્લાઝા(Toll Plaza) પર ફાસ્ટેગ (FASTag) ફરજિયાત કરવા જઈ રહી છે. 1 ડિસેમ્બરથી દેશના તમામ નેશનલ હાઈવે(National Highway) પર ફાસ્ટ ટેગ એટલે કે આરએફઆઈડી(RFID) ફરજિયાત થઈ રહ્યું છે. 1 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ વગરની ગાડીઓ પાસેથી બમણો ટોલ ટેક્સ વસુલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટ ટેગ કે આરએફઆઈડી એટલે શું? 
રેડિયો ફ્રિકવન્સી ઈન્ફ્રારેડ (RFID) ડિવાઈસ હકીકતમાં એક નાની ચીપ કે સ્ટીકર હોય છે, જેને તમે તમારી કારના આગળના કાચ પર લગાવવાનો હોય છે. આ સ્ટીકર કે ચીપને ફાસ્ટ ટેગ (FASTag) કહે છે. ફાસ્ટેગવાળું વ્હીકલ જ્યારે નેશનલ હાઈવે કે કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થશે તો ત્યાં ટોલ પ્લાઝા પર ફીટ કરેલો હાઈ ડેફિનિશન કેમેરા કારના ફાસ્ટેગને સ્કેન કરી લેશે અને આપમેળે જ ટોલની ચૂકવણી થઈ જશે. 


જો એ જ વ્હીકલ 24 કલાક દરમિયાન એ ટોલ પર ફરી પાછી આવે છે તો તેની પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં. તેના એકાઉન્ટમાંથી અપ-ડાઉન કરવાનું પેમેન્ટ કટ થશે. હવે નવા વાહનો પર તો ફાસ્ટેગ ફીટ કરેલું જ આવે છે. જુના વાહનો માટે ફાસ્ટેગ ખરીદવાનું અને લગાવવાનું રહેશે. 


કેવી રીતે બનશે RFID
આરએફઆઈડી કોઈ પણ બેન્કમાં બનાવી શકાય છે. 1 ડિસેમ્બરથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક ટોલ પર બેન્ક અધિકારી-કકર્મચારી બેસાડવામાં આવ્યા છે, જેથી વાહન ચાલક ત્યાંથી ફાસ્ટેગ લેવાની પ્રોસેસ પુરી કરી શકે છે. તેના માટે વાહન ચાલકે પોતાના વાહનની આરસી, આધાર કાર્ડ, પેન કાર્ડ વગેરેની ફોટોકોપી આપવાની રહેશે. 


અહીંથી લઈ શકાય છે ફાસ્ટેગ
દેશની લગભગ તમામ મોટી સરકારી અને ખાનગી બેન્ક જેમ કે SBI, HDFC, AXIS Bank વગેરેમાંથી ફાસ્ટેગ લઈ શકાય છે. તમે અમેઝન પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકો છો. PayTM પાસેથી પણ તમે ફાસ્ટેગ ખરીદી શકો છો. આટલું જ નહીં દેશના મોટા પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ ખરીદવાની સુવિધા છે. ફાસ્ટેગ ક્યાંથી ખરીદવો તેની માહિતી ihmcl.com પર મેળવી શકો છો. 


ફાસ્ટેગ રિચાર્જ કરવાનો રહેશે 
પ્રીપેડ મોબાઈલની જેમ ફાસ્ટેગ પણ સમયાંતરે રિચાર્જ કરાવાનો રહેશે. રિચાર્જ કરાવા માટે તમારે મોબાઈલમાં MU FASTTAG App Download  કરવાની રહેશે. આ એપ પર ફાસ્ટેગને લિંક કરીને તમે UPI કે બેન્ક એકાઉન્ટ દ્વારા તમે મોબાઈલ એપની મદદથી ફાસ્ટેગને રિચાર્જ કરી શકો છો. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...