Fixed Deposit માં મોટો ફાયદો! જાણો કઈ-કઈ બેંકોએ FD પર વધાર્યો વ્યાજદર
નવા ભાવ મુજબ, ICICI Bank એફડી પર તેના ગ્રાહકોએ 7થી 14 અને 15થી 29 દિવસની એફડી પર 4.75%, 30થી 45 દિવસ પર 5.50%, 46થી 60 દિવસ પર 5.75%, 61થી 90 દિવસ પર 6% , 91થી 120 દિવસ અને 121થી 150 દિવસ, 151થી 184 દિવસ પર 6.50%, 185થી 210, 211થી 270, 271થી 189 અને 290થી એક વર્ષમાં ઓછામાં ઓછા 6.65% વ્યાજ આપી રહી છે.
Fixed Deposit: પ્રાઇવેટ સેક્ટર્સની બેન્ક સતત તેના ગ્રાહકોને ભેટ આપી રહી છે. પહેલાં HDFC બેન્કે તેની FD પર વ્યાજદરમાં વધારો કર્યો, તો હવે ICICI Bankએ એકવાર ફરી FD Interest Rate વધારી દીધો છે. બેન્ક તરફથી એક મહિનામાં આ સતત બીજીવાર વધારો કરાયો છે. બેન્કે 2 કરોડ અને 5 કરોડ રૂપિયા સુધીની FDના વ્યાજમાં વધારો કર્યો છે. ICICI બેન્કે Bulk FD પર વ્યા દરમાં 0.25 ટકા અથવા 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ દરેક બેન્ક તરફથી વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. ICICI Bankએ FD કરાવનારા ગ્રાહકોને અત્યારે 7 દિવસ સુધી 10 વર્ષની FD પર 4.75 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. સૌથી વધુ વ્યાજ 15 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળી રહ્યું છે.
નવા ભાવ મુજબ, ICICI Bank એફડી પર તેના ગ્રાહકોએ 7થી 14 અને 15થી 29 દિવસની એફડી પર 4.75%, 30થી 45 દિવસ પર 5.50%, 46થી 60 દિવસ પર 5.75%, 61થી 90 દિવસ પર 6% , 91થી 120 દિવસ અને 121થી 150 દિવસ, 151થી 184 દિવસ પર 6.50%, 185થી 210, 211થી 270, 271થી 189 અને 290થી એક વર્ષમાં ઓછામાં ઓછા 6.65% વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત 1 વર્ષથી 389 દિવસ, 390થી 15 મબિનાથી ઓછી અને 15 મહિનાથી 18 મહિના સુધીની મુદત પર વ્યાજદર 7.15% છે.
આ પહેલાં HDFC બેન્ક (HDFC BANK)એ FD પર આપવામાં આવતાં વ્યાદદરમાં વધારો કરી તેના ગ્રાહકને ભેટ આપી હતી. બેન્ક તરફથી 7 દિવસથી 14 દિવસની FD પર 3%, 15થી 29 દિવસની FD પર 3%, 30 દિવસથી 45 દિવસની FD પર 3.50%, 46થી 60 દિવસની FD પર 4.50% અને 61 દિવસથી 89 દિવસની FD પર 4.50% વ્યાજ મળશે. હવે બેન્ક 90 દિવસથી 6 મહિના સુધીની ઓછી FD પર 4.50%, 6 મહિના અને 1 દિવસથી 9 મહિનાથી ઓછી FD પર 5.75% અને 9 મહિનાથી 1 દિવસ સુધી 1 વર્ષથી ઓછી FD પર 6% વ્યાજ આપે છે.
HDFC અને ICICI બેન્ક ઉપરાંત યસ બેન્કે પણ 2 કરોડથી ઓછી FD પર વ્યાજદરમાં 25-50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેન્કની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, અલગ-અલગ સમય માટે કસ્ટમરને 3.25%થી 7.5% અને 3.75%થી 8% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. બેન્કે FD પર વ્યાજ દર 21 ફેબ્રુઆરીથી લાગુ કર્યા છે.