નવી દિલ્હી : ફેટરલ રિઝર્વ બેંકનાં ચેરપર્સન જેનેટ યેલેને રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધું છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારી ફેડરલ રિઝર્વનાં ચેરપર્સનનું પદ નથી સંભાળતા ત્યાં સુધી તેઓ આ પદ સંભાળશે. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે કહ્યં કે, તેઓ સુનિશ્ચિત કરે કે જિરો પોવેલને તેમનાં પદનું હસ્તાંતરણ સરળતાથી થાય. ટ્રમ્પે જેનેટનું એક્સટેન્શન નહી વધારતા જિરો પોવેલની નિયુક્તિ બે નવેમ્બરે કરી હતી. જેનેટનાં આ નિર્ણયથી ટ્રમ્પને પોતાનાં કાર્યકાળનાં પહેલા વર્ષમાં જ ફેડરલ રિઝર્વનાં સાત સભ્યોની બેઠકમાંથી 5ને ભરવાની તક મળશે. સાથે જ પોવેલ ફેડરલ રિઝર્વનાં આગામી ચેરપર્સન હશે. સુત્રો અનુસાર યેલેનને આગામી ફેબ્રુઆરી સુધીમાં ફરજ મુક્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 


બોર્ડ સાથે જોડાયેલા રહી શેક છે જેનેટ ? 
યેલેનનો ફેડ ચેરપર્સન તરીકેનો કાર્યકાળ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પુરો થાય છે. જો કે રાજીનામાં બાદ પણ તેઓ બોર્ડ મેમ્બર તરીકે 2024 સ ધી ફેડરલ રિઝર્વ સાથે જોડાયેલા રહી શકે છે. જો કે તેઓ જોડાયેલા રહે તેની શક્યતાઓ લગભગ ઓછી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડનાં સભ્યો પૈકી લાએલ બ્રેનાર્ડ એકમાત્ર એવા સભ્ય હશે જેનું સુચન ટ્રમ્પ દ્વારા કરવામાં ન આવ્યું હોય. આ પ્રકારે દેશની ભવિષ્યની મૌદ્રીક નીતિ પર ટ્રમ્પની વ્યાપક અસર જોવા મળશે. પોવેલની નિયુક્તિ પર અંતિમ મહોર આગામી અઠવાડીયે યોજાનાર સેનેટ બેંકિંગ સમિતીની બેઠકમાં લાગી શકે છે. ફેડરલ રિઝર્વ બોર્ડમાં પોવેલ એકમાત્ર રિપબ્લિકન હશે. તેઓ 2012થી જ બોર્ડ સાથે જોડાયેલા છે.