ફેસ્ટિવલ સિઝનમાં મારુતિ તરફથી જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણીને બુક કરાવવા દોડશો
મારુતિ સુઝુકી સિવાય તાતા મોટર્સ, મહિન્દ્રા અને હ્યુંડઇ જેવી કંપનીઓએ લાખો રૂપિયાના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે
નવી દિલ્હી : હાલમાં ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ફેસ્ટિવલ સિઝન દરમિયાન ગ્રાહકોને આઇર્ષવા માટે કંપનીઓ મોટીમોટી ઓફર્સ આપી રહી છે. આ સંજોગોમાં ઓટો કંપનીઓએ મોટી જાહેરાત કરી છે. જો તમે કાર ખરીદવા માગતા હોય તો આ સમય સૌથી સારો છે. મારુતિ સુઝુકી સિવાય તાતા મોટર્સ, મહિન્દ્રા અને હ્યુંડઇ જેવી કંપનીઓએ લાખો રૂપિયાના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ કંપનીઓ પોતાની કાર્સ પર 9.5 લાખ રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે સારી ઓફર્સ મારુતિની છે જે મધ્યમવર્ગને પરવડે એવી છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની વેગન આર પર સૌથી વધારે 1 લાખ રૂ.ના કેશ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે કારણ કે વેગન આરનું નવું વર્ઝન આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાનું છે. મારુતિ સૌથી ઓછું ડિસ્કાઉન્ટ બલેનો પર આપી રહી છે જે 10,000 રૂ.નું છે. જો વેગન આર પર મળનારા કુલ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો એ મહત્તમ 1.85 લાખ રૂ. થાય છે. આમાં, 85,000 રૂ.નું એક્સચેન્ડ બોનસ શામેલ છે. કોર્પોરેટ્સને મારુતિ ડીલર્સ 15,000 રૂ.નું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
મારુતિ સુઝુકી અલ્ટો 800 પર 40,000 રૂ.નું કેશ ડિસ્કાઉન્ટ આપે છે. આ કાર પર એક્સચેન્જ બોનસ તરીકે 50,000 રૂ. મળે છે. અલ્ટો 10 પર કેશ ડિસ્કાઉન્ટ 50,000 રૂ. અને એક્સચેન્જ બોનસ 65,000 રૂ. આપવામાં આવી રહ્યું છે. સેલેરિયો પર 95,000 કેશ ડિસ્કાઉન્ટ અને 40,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જો તમે મારુતિ ડિઝાયર ખરીદવાનો પ્લાન કરતા હો તો એના પર 40,000 રૂ.નું કેશ ડિસ્કાઉન્ટ અને 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. બલેનો પર 10,000 રૂ.નું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂ.નું એક્સચેન્જ બોનસ તેમજ 15,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય મારુતિ સ્વિફ્ટ પર 30,000 રૂ.નું કેશ ડિસ્કાઉન્ટ અને 35,000 રૂ.નું એક્સચેન્જ બોનસ આપવામાં આવે છે.