નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યોના સીએમની સાથે શનિવારે મીટિંગ કરવા જઈ રહ્યાં છે. આ મીટિંગમાં સંભવ છે કે, આ વાત પર ચર્ચા થશે કે, કોરોના મામલે હાલમાં દેશમાં લોકડાઉન દૂર કરવું જોઇએ કે નહીં. આ બેઠક પહેલા ફિક્કી (FICCI)એ સરકારના એક્ઝિટ સ્ટ્રેટર્જિ આપી છે. ફિક્કીએ તેની સ્ટ્રેટર્જિમાં સરકારને ઘણા ઉપાય આપ્યા છે, જેમાંથી એક છે દેશના મુખ્ય શહેરોથી લોક્ડાઉન હટાવવાની વાત. આ ઉપરાંત ફિક્કીએ સરકારને કેટલાક એવા ઉપાય પણ આપ્યા છે જેનાથી દેશની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર લાવવાનો પ્રયત્ન શરૂ કરી શકાય છે. અહીં વિસ્તારથી વાંચો ફિક્કીએ સરકારને કયા કયા ઉપાય આપ્યા છે...


  1. દેશભરમાં તે શહેરો અથવા જગ્યા પરથી લોકડાઉન હટાવી દેવું જોઇએ જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. જેથી સામાનનું પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યૂશન, ટ્રાન્સપોર્ટેશન અને વપરાશ અને આર્થિક પ્રવૃતિઓ ફરીથી શરૂ થઈ શકે.

  2. 22થી 39 વર્ષના સ્વસ્થ લોકોને કામ પર જવાની પરવાનગી આપવામાં આવે. હાઇ રિસ્ક ગ્રુપ માટે લોકડાઉનને એક્સટેન્ડ કરવું યોગ્ય રહશે. તેમના માટે વર્ક ફ્રોમ હોમને ચાલુ રાખવું જોઇએ.

  3. લેબર વર્કફોર્સને પરત લાવવા માટે એક સારા પેકેજની આવશ્યક્તા છે. સરકારને ઇન્ડસ્ટ્રીની સાથે મળીને તેના પર ચર્ચા કરવી જોઇએ.

  4. એગ્રીકલ્ચર લેબરને પરત લાવવાની જવાબદારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવે. ડીએમ તે સુનિશ્ચિત કરશે કે પાકની લણણી યોગ્ય રીતે થાય અને MNREGA વર્કર્સનો ઉપયોગ થઈ શકે. જેનાથી કામ સરળતાથી શરૂ થઈ શકે સાથે જ મજૂરોને કામ મળવા લાગશે.

  5. રાજ્ય સરકાર, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરને સુનિશ્ચિત કરવું જોઇએ કે, ખેડૂતોને બીજ, ફર્ટિલાઈઝર વગેરે સમયથી મળે અને એગ્રી વેલ્યૂ ચેઇનને સંપૂર્ણ રીતે ખુલ્લી મુકવી જોઇએ અને ખેડૂતોને તેમનું ઉત્પાદન e-NAM દ્વારા વેચવા માટે પ્રેરિત કરવા જોઇએ.

  6. માસ, માછલી અને મરઘાં ઉદ્યોગ માટે કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ જરૂર છે. આઈસ મેન્યુફેક્ચરિંગને એસેન્શિયલ સર્વિસિઝમાં લાવવું જોઇએ.

  7. તમામ માલને ટ્રાફિકની મંજૂરી હોવી જોઇએ. ભલે પછી તે એસેન્શિયલ ગુડ્સ હો કે બિન-એસેન્શિયલ ગુડ્સ.

  8. એસેન્શિયલ આઈટમ જેવી કે એગ્રી પ્રોડક્ટ, દવાઓ વગેરે માટે મિલિટ્રી અથવા પેરા મિલિટ્રીની ગાડીઓનો પણ ઉપયોગ કરી શકાય છે.

  9. એસેન્શિયલ ગુડ્સના મેન્યુફેક્ચરિંગ માટે પ્લોટ અથવા વેરહાઉસમાં મેનપાવર માટે થોડું રીલેક્સેશન આપવું જોઇએ. ઇન્ડસ્ટ્રીને સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.

  10. નોન એસેન્શિયલ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ જે હોટસ્પોટ્સની બહાર છે Covid-19 સ્ટાન્ડર્ડના હિસાબથી હોવી જોઇએ.

  11. FMCG સેક્ટર માટે એન્ડ ટૂ એન્ડ સપ્લાય ચેઈનની શરૂઆત કરવી જોઇએ. સપ્લાય ચેઇન શરૂ કરવા માટે વર્કર્સને પરત લાવવાનો પ્લાન અને સાથે સાથે કોર્પોરેટ ઓફિસને ખુલ્લી મુકવી જોઇએ.

  12. Retail સેક્ટર માટે સ્ટોર વોક-ઈનની પરવાનગી દેવી જોઇએ અને કરિયાણા સ્ટોર્સ માટે પરવાનગી આપવી જોઇએ. માસ્ક પહેરવું ફરજિયાત કરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.

  13. E-Commerce સેક્ટર માટે લોકડાઉનને આંશિક રૂપથી હટાવી દેવામાં આવે. વર્કર્સને ઇન્શ્યોરન્સ આપવો જોઇએ। સ્મોલ સ્કેલ કંપનીઓને નોન એસેન્શિયલ સામાન વેચવાની પરવાનગી આપવી જોઇએ અને પેન્ડિંગ નોન એસેન્શિયલ ઓર્ડરને આગામી 7 દિવસમાં ડિલીવર કરવો જોઇએ.

  14. Domestic Air Travelને તે જગ્યા પર ખોલવી જોઇએ જ્યાં કોરોના વાયરસનો કોઇ કેસ ન થયો હોય. એરક્રાફ્ટમાં ઓછા લોકોને લેવામાં આવે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ ફોલો થઇ શકે અને યાત્રિઓના હાઈઝીનનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ.

  15. પબ્લિક ટ્રાન્સપોર્ટને રોજના ડિસઇન્ફક્ટ કરવું જોઇએ. સોશિયલ ડિસ્ટેન્સિંગ ફોલો થાય. માસ્ક અનિવાર્ય હોય. Ola/Uberમાં માત્ર 2 જ કસ્ટમરને બેસવાની પરવાનગી આપવી જોઇએ.

  16. ટ્રેન અને મેટ્રોની લિમિટેડ મૂવમેન્ટને પરવાનગી આપવી જોઇએ. સોશિયલ ડિસ્ટેન્સિંગ ફોલો થાય. એવા રાજ્યો/ સ્ટેશનોમાં આંતરરાજ્યીય ટ્રેનોને પ્રતિબંધ કરવો જ્યાં Covid-19ના કેસ વધારે છે.

  17. સ્કૂલો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને પ્રશિક્ષણ કેન્દ્રોને 30 એપ્રિલ સુધી સ્ટૂડેન્ટ્સ માટે બંધ કરવા જોઇએ.

  18. એવા ડોક્ટર અને અન્ય સહાયક કર્મચારી જે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યાં છે. તેમને સરકારી ખર્ચામાં હોટલમાં જ રાખવામાં આવે. એવામાં હોટલ ઇન્ડસ્ટ્રી ફી પાટા પર આવશે.

  19. MSME માટે નોન એસેન્શિયલ પ્રોડક્ટસ પર 6 મહિના સુધી ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવે. ચીન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવે. સરકારી પેન્ડિંગ પેમેન્ટ જલદી ક્લિયર કરવામાં આવે.

  20. તમામ સાર્વજનિક સ્થળ 30 એપ્રિલ સુધી લોકડાઉનમાં રહે. લગ્ન, સંમેલન, રમત આયોજન અને અન્ય એવા સમારોહ પર 2 મે સુધી પ્રતિબંધ લગાવવો જોઇએ. મોલ, સિનેમા હોલ, રેસ્ટોરાં બંધ રાખવા જોઇએ અને રેસ્ટોરાંમાં હોમ ડિલીવરી રાખવી જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube