નવી દિલ્હીઃ ઓટો કમ્પોનેન્ટ્સ અને ઈક્વિપમેન્ટ બનાવનારી કંપની ફિએમ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં તોફાની તેજી આવી છે. ફિએમ ઈન્ડસ્ટ્રીઝ (Fiem Industries)ના શેર પાછલા વર્ષોમાં 47 રૂપિયાથી વધી 2400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આ સમયમાં 5100 ટકાથી વધુની તેજી આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ હવે પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર ભેટ આપવા જઈ રહી છે. ફિએમ ઈન્ડસ્ટ્રીઝના શેર 27 ફેબ્રુઆરી 2024ના 2491.35 રૂપિયા પર બંધ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક શેર પર 1 બોનસ શેર આપી રહી છે કંપની
ફિએમ ઈન્ડસ્ટ્રીઝ (Fiem Industries)પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દરેક શેર પર 1 બોનસ શેર આપી રહી છે. બોનસ શેરની રેકોર્ડ ડેટ 28 ફેબ્રુઆરી 2024 છે. ફિએમ ઈન્ડસ્ટ્રીના શેર બુધવારે બોનસ શેરની રેકોર્ડ ડેટ પર ટ્રેડ કરશે. આ પ્રથમવાર છે જ્યારે કંપની પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી રહી છે. આ સ્મોલકેપ કંપનીની માર્કેટ કેપ આશરે 3280 કરોડ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, એકાઉન્ટમાં આટલો વધી જશે પગાર


કંપનીના શેરમાં 5100 ટકાથી વધુની તેજી
ફિએમ ઈન્ડસ્ટ્રીઝ (Fiem Industries)ના શેરમાં છેલ્લા કેટલાક વર્ષમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 27 ફેબ્રુઆરી 2009ના 47.10 રૂપિયા પર હતા. ફિએમ ઈન્ડસ્ટ્રીઝના શેર 27 ફેબ્રુઆરી 2024ના 2491.35 રૂપિયા પર બંધ થયા હતા. ફિએમ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે આ સમયમાં 5189 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 455 ટકાની તેજી આવી છે. આ સમયમાં કંપનીના શેર 449.55 રૂપિયાથી વધી 2491.35 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 2587.35 રૂપિયા છે. તો કંપનીના શેરનો 52 સપ્તાહનું લો લેવલ 1420.80 રૂપિયા છે.