મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ હીરા વેપારી નિરવ મોદીએ આચરેલા કૌભાંડમાં અન્ય ભારતીય બેંકોની વિદેશી શાખાઓ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્રીસ ભારતીય બેંકો, એક ખાનગી અને એક વિદેશી બેંકને મોકલવામાં આવેલી પોતાની વિસ્તૃત નોટમાં પીએનબીએ કહ્યું કે નિરવ મોદીના સમૂહની કંપનીઓ અને ગીતાંજલિ જેમ્સ તથા અમારી શાખાના અધિકારીઓ તથા ભારતીય બેંકોની વિદેશી શાખાઓના અધિકારીઓ વચ્ચે સ્પષ્ટપણે ગુનાહીત મિલિભગત જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 ફેબ્રુઆરીના આ પત્રમાં બેંકોના અધ્યક્ષો, મેનેજિંગ ડાઈરેક્ટર્સ અને કાર્યકારી અધિકારીઓને સંબોધિત કરવામાં આવ્યાં છે અને તેના પર પીએનબીના નવી દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય બેંકિંગ ડિવિઝનના જનરલ મેનેજર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. 


કૌભાંડની જાણ કેમ પહેલેથી ન થઈ? આ રહ્યું કારણ
પીએનબીએ કહ્યું કે ઈન્ટરનેશનલ પેમેન્ટ નેટવર્કની તપાસમાં જાણવા મળ્યું છે કે શાખાના જૂનિયર સ્તરના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે તથા જાલસાજીથી અબજપતિ હીરા કારોબારી નિરવ મોદીની કેટલીક કંપનીઓ તરફથી લેટર ઓફ અંડરટેકિંગ જારી કરીને વિભિન્ન ભારતીય બેંકોની વિદેશી શાખાઓ તરફથી શાખ આપી. જેમાં સામેલ કંપનીઓ છે- સોલર એક્સપોર્ટ, સ્ટેલર ડાઈમન્ડ્સ એન્ડ ડાઈમન્ડ, આર યૂએએસ જેના ચાલુ ખાતા છે અને તેની શાખામાં કોઈ ફંડ કે ગેર ફંડની સીમા નથી. પીએનબીએ મેલમાં કહ્યું કે કોઈ પણ લેણદેણ સીબીએસ સિસ્ટમથી થયું નથી. જેના કારણે ખોટું થઈ રહ્યું છે તેવા એંધાણ મળ્યાં નહી. 


અન્ય બેંકોની વિદેશી શાખાઓ પર લગાવ્યો આરોપ
પીએનબીએ અન્ય બેંકોની વિદેશ શાખાઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે દગાખોરીને લઈને આ બેંકોની શાખાઓની પાસે ઉપલબ્ધ સૂચના કે દસ્તાવેજ તેમની સાથે શેર કરાયા નથી. પીએનબીએ કહ્યું કે દગાખોરીવાળા એલઓયુ (લેટર ઓફ અન્ડરટેકિંગ)ના બદલામાં બાયરની શાખનો ઉપયોગ કાં તો Derelict import billનો ઉપયોગ કરીને અથવા તો ફરીથી કોઈ અન્ય બેંકની Mature buyer's creditનો ઉપયોગ કરીને કરાયો છે.


આ સાથે જ પીએનબીએ હીરા કંપનીઓ દ્વારા બેંકને ચૂનો લગાવવાની કાર્યપ્રણાલીમાં પોતાના એક રિટાયર્ડ કર્મચારી અને અન્ય ભારતીય બેંકોના અધિકારીઓની પણ મિલિભગતનો સ્વીકાર કર્યો છે. પીએનબીની ટિપ્પણી અનુસાર દક્ષિણ મુંબઈ સ્થિત તેની બેડ્રી હાઉસ શાખાના કર્મચારીઓ સાથે અપરાધીઓની મિલિભગત દ્વારા સંદિગ્ધ કૌભાંડને અંજામ અપાયો.