ભાડા કરતાં પણ સસ્તો હોમ લોનનો હપ્તો, આ છે સરકારની યોજના
આમ આદમીને રાહત આપવામાં લાગેલી કેંદ્વ સરકાર હવે વ્યાજ દર પર કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરકારની યોજના વ્યાજ દરોમાં એટલો ઘટાડો કરવાની છે કે હોમ લોનનો ઇએમઆઇ ઘરના ભાડા કરતાં સસ્તો થઇ જશે. આ વાત નાણા મંત્રી અરૂણ જેટલીએ એક ઇન્ટરવ્યુંમાં કહી હતી.
નવી દિલ્હી: આમ આદમીને રાહત આપવામાં લાગેલી કેંદ્વ સરકાર હવે વ્યાજ દર પર કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરકારની યોજના વ્યાજ દરોમાં એટલો ઘટાડો કરવાની છે કે હોમ લોનનો ઇએમઆઇ ઘરના ભાડા કરતાં સસ્તો થઇ જશે. આ વાત નાણા મંત્રી અરૂણ જેટલીએ એક ઇન્ટરવ્યુંમાં કહી હતી.
આ રીતે સસ્તી થશે દરેક પ્રકારની લોન
નાણા મંત્રીનું કહેવું છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કરી દીધો છે. હવે બેંકોની જવાબદારી છે કે તે તેને પોતાના ગ્રાહકોને પાસ કરે. તેમણે કહ્યું કે આરબીઆઇએ બેંક દ્વારા લોનના વ્યાજ દર નક્કી કરવા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંગ રેટ્સ (MCLR) પોલિસી બનાવી છે. MCLRની ગણતરી ધનરાશિની માર્જિનલ ખર્ચ, સમયાંતરે પ્રીમિયમ, સંચાલ ખર્ચ અને કેશ રિઝર્વ રેશિયોને જાળવી રાખવાના ખર્ચના આધારે નક્કી કરવામાં આવે છે. આ ગતરીના આધારે જ લોન આપવામાં આવે છે. આધાર દરથી MCLR ના દર ઓછો થવાના કારણે બધા પ્રકારના લોન સસ્તા થઇ જાય છે. અરૂણ જેટલીનું કહેવું છે કે હવે બેંકોને MCLR પોલિસીના આધારે વ્યાજ દર નક્કી કરવા પડશે. તેની અસર થોડા બાદ જોવા મળશે.
બે વાર ઓછો થયો રેપો રેટ
RBI એ તાજેતરમાં જ બે વખત રેપો રેટ ઓછો કર્યો છે. તેનાથી રેપો રેટ ઘટીને 6 ટકા પર આવી ગયો છે. નાણા મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે બેંક તેનો ફાયદો પોતાના ગ્રાહકો સુધી પહોંચાડશે. નાણા મંત્રીનું માનવું છે કે રેપો રેટમાં ઘટાડા બાદ હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્શે. તમને જણાવી દઇએ કે રેપો રેટ તે વ્યાજ દર થાય છે જેના પર બેંક આરબીઆઇ પાસેથી લોન લે છે.