નવી દિલ્હી  #નાણામંત્રી અરૂણ જેટલી નાણામંત્રી વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરશે. નાણામંત્રાલયે કહ્યું હતું કે 2019-19 માટે વચગાળાનું બજેટ તૈયાર કરવાનું કામ પહેલાં જ શરૂ થઇ ચૂક્યું છે અને હવે આ ગતિ પકડી રહ્યું છે. મંત્રાલય બજેટ ભાષણ માટે પહેલાં જ વિભિન્ન કેંદ્રીય મંત્રાલયો તથા વિભાગો પાસે પોતાના સૂચનો આપવા માટે કહ્યું છે. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનું આ અંતિમ બજેટ હશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સમાં જોવા મળી મજબૂતી, બિઝનેસની શરૂઆતમાં 289 પોઈન્ટનો ઉછાળો


ગત મહિને મંત્રલાયે 2019-20ના બજેટ માટ કવાયત શરૂ કરી. તેના હેઠળ વર્તમાન નાણાકીય વર્ષ માટે સંશોધિત ખર્ચ અને આગામી નાણાંકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અંતિમરૂપ આપવા માટે સ્ટીલ, વિજળી અને આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયો સહિત અન્ય વિભાગો સાથે બેઠક કરી.


મંત્રાલય 3 ડિસેમ્બરથી મીડિયાકર્મીઓને નોર્થ બ્લોકમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવશે. આ પ્રતિબંધ એક ફેબ્રુઆરી 2019ના રોજ બજેટ રજૂ થશે ત્યાં સુધી રહેશે. નોર્થ બ્લોકમાં નાણામંત્રાલયની ઓફિસ છે. અરૂણ જેટલી સતત છઠ્ઠા વર્ષે રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે ચૂંટણી વર્ષમાં જરૂરી સરકારી ખર્ચો માટે લેખાનુદાન લેવામાં આવે છે અને નવી સરકાર પૂર્ણ બજેટ લાવે છે.