નવી દિલ્હી: નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં મહિલાઓને ખુશ કરી દીધી છે. નોકરી કરતી મહિલાઓના હાથમાં હવે વધુ પગાર આવશે. મહિલાઓના ઈપીએફ કન્ટ્રિબ્યુશનનને ઓછુ કરીને 8 ટકા કરવામાં આવ્યું છે. હવે ઓછું વેતન મેળવતી મહિલાઓ પણ પોતાની મરજીથી ઓછો ઈપીએફ કપાવી શકશે. જેના કારણે તેમના હાથ પર વધુ પગાર આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈપીએફમાં મળ્યો મોટો ફાયદો
બજેટમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની સંચાલિત યોજનાઓમાં મહિલાકર્મીઓ માટે કન્ટ્રિબ્યુશન રેટને ઓછો કરી દેવાયો છે. મહિલાઓ માટે પીએફ યોજનાઓમાં કન્ટ્રિબ્યુશન રેટ 8 ટકા કરાયો છે. જેમાં જે મહિલાઓનો પગાર ઓછો છે તેઓ ઓછો ઈપીએફ કપાવીને વધુ રૂપિયા ખર્ચ કરવા માટે હાથ પર રાખી શકે છે. અગાઉ આ 9 ટકા હતો. સરકારે આ વર્ષે નવા કર્મચારીઓ માટે તે વધારીને 12 ટકા કર્યો હતો.


આર્થિક સર્વેમાં આપ્યો હતો સંકેત
આર્થિક સર્વે ગુલાબી  રંગમાં પેશ કરવાની સાથે એ વાતનો સંકેત મળી ગયો હતો કે મહિલા સશક્તિકરણને લઈને બજેટમાં કઈંક જાહેરાત કરવામાં આવશે. આમ પણ બજેટમાં મહિલાઓ માટે અનેક લાભકારી પગલાની જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે મહિલાઓ માટે ઉજ્જવલા યોજનાનો ટાર્ગેટ 5 કરોડથી વધારીને 8 કરોડ કર્યો છે. એટલે કે 8 કરોડ ગરીબ મહિલાઓને ગેસ  કનેક્શન મફત આપવામાં આવશે. 


મહિલા સ્વયં સહાયતા સમૂહ માટે વધશે લોન
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું કે મહિલા સ્વયં સહાયતા સમૂહો (એસએચજી) માટેનું ફંડ માર્ચ 2019માં વધારીને 75,000 કરોડ કરવામાં આવશે. જેટલીએ સામાન્ય બજેટ રજુ કરતા કહ્યું કે મહિલા સ્વયં સહાયતા સમૂહો માટે ઋણ 2016-17માં લગભગ વધીને 42,000 કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગત વર્ષની સરખામણીમાં તેમાં 37 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે સરકારને ખાતરી છે કે 2019 સુધી ઋણ વધીને 75,000 કરોડ રૂપિયા થઈ જશે. તેમણે 2018-19માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે ફાળવણી રકમ વધારીને 5759 કરોડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો.