નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણએ GST ભરનાર ટેક્સપેયરને પેમેન્ટ કરવામાં રાહત આપી છે. નાના ટેક્સપેયર (5 કરોડ ટર્ન ઓવરવાળા) ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2020નો ટેક્સ રિટર્ન 6 જુલાઇ સુધી ભરો છો તો કોઇ વ્યાજ નહી લાગે, ત્યારબાદ 30 સ્પટેમ્બર સુધી 9%9% વ્યાજ લાગશે. આ વ્યાજને 18%થી ઘટાડીને 9% કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઇ 2017થી જાન્યુઆરી 2020 સુધીનો GST ભરનારાઓને મેક્સિમમ 500 રૂપિયા લેટ પેમેન્ટ ફી ચૂકવવી પડે છે. જે ટેક્સપેયરની સપ્લાઇ પ્રભાવિત થઇ છે અને તે મે, જૂન, જુલાઇમાં ભરી શક્યા નથી, તો તે સપ્ટેમ્બર સુધી વ્યાજ વિના અથવા લેટ ફી વડે રિટર્ન ભરી શકે છે. 


તમને જણાવી દઇએ કે લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકરે ઉદ્યોગ જગતને ઘણા પ્રકારની રાહત આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન મોટાભાગના વેપારીઓની માંગ કરી હતી કે બિઝનેસમેનોની માંગ કરી હતી કે GST પર પણ રાહત મળવી જોઇએ. એવામાં કેન્દ્ર સરકાર પણ Good and Service Tax માં કેટલાક સકારાત્મક પગલાં ભરવા પર વિચાર કરી રહી હતી. 


નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) કોરોના વાયરસ મહામારીથી ઉત્પન્ન સંકટને ધ્યાનમાં રાખતાં પહેલાં જ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે 2020ના જીએસટી રિટર્નને દાખલ કરવાનો સમય જૂન 2020 સુધી વધારવાની જાહેરાત કરી ચૂકી છે. આ અવધિ માટે કોઇ લેટ પેમેન્ટ ચાર્જ લેવામાં આવશે નહી. આ પહેલાં સીબીઆઇસીએ કહ્યું કે આ સુનિશ્વિત કરવા માટે લેટ પેમેન્ટ ચાર્જ લગાવી શકાય છે કે ટેક્સપેયર સમય પર રિટર્ન ભરી દે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube