નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે સતત જાહેરાત કરી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પણ તેમણે ઘણા સેક્ટરો માટે સરકાર તરફથી ઘણી જાહેરાતો કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જાણીએ કે, નાણા મંત્રીએ આજે કઈ મોટી જાહેરાતો કરી...


  • ખેડૂતો, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, મત્સ્ય ઉદ્યોગ અને ખેતી સાથે જોડાયેલા લોકો માટે આજે પેકેજની જાહેરાત કરી છે.

  • નાના, મધ્યમ ખેડૂત 85 ટકા વાવેતર ધરાવે છે.

  • પૂર- દૂકાળ વચ્ચે પણ ખેડૂતોનું કામ સૌથી સારું.

  • દેશમાં દૂધ, જૂટ અને કઠોળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

  • 500 લાખ લીટર દૂધ દરરોજ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે.

  • દૂધ ઉત્પાદકોને 5 હજાર કરોડ રૂપિયાની વધારાની ચુકવણી કરવામાં આવી.

  • ખેડૂત ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને વધારે ફાયદો થઈ રહ્યો છે.

  • બે મહિનામાં ખેડૂતોને 18700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

  • ખેડૂતો પાસેથી 74300 કરોડ રૂપિયાનો પાક ખરીદવામાં આવ્યો છે.

  • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

  • કૃષિ પેદાશોને દેશની બહાર મોકલવામાં મદદ મળશે.

  • કો-ઓપરેટિવ અને એગ્રિકલ્ચર સ્ટાર્ટ અપ, કોલ્ડચેનને ઉભી કરવામાં મદદ મળશે.

  • પાક વીમા યોજનામાં 6400 કરોડ આપવામાં આવ્યા 

  • દેશમાં બનશે હેલ્થ એન્ડ વેલનેસથી સંબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટેનું ક્લસ્ટર

  • ઓર્ગેનિક અને હર્બલ ઉત્પાદનો માટે 10 હજાર કરોડની સહાય

  • પીએમ મત્સ્ય સંપદા યોજના માટે 20 હજાર કરોડ રૂપિયા

  • દરિયાઇ મત્સ્યોદ્યોગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા થશે

  • મત્સ્યોદ્યોગમાં મદદ કરશે

  • 70 લાખ ટન વધારાનું ઉત્પાદન થવાની અપેક્ષા

  • ગાય, ભેંસ, બકરી ઉત્પાદક પ્રાણીઓને રસી આપવામાં આવશે

  • 13347 કરોડનું પેકેજ, 53 હજાર કરોડ પશુઓને મળશે રસીકરણનો લાભ

  • ડેરી ઉત્પાદનોના વૈશ્વિક માર્કેટિંગ માટે પેકેજની જાહેરાત

  • 4 હજાર કરોડ રૂપિયા હર્બલ ફાર્મિંગ માટે જોગવાઈ, 10 લાખ હેક્ટરમાં થશે ખેતી

  • 5 હજાર કરોડ રૂપિયાની આવક ખેડૂતોને થશે

  • મધનો ઉછેર કરતા ખેડૂતો માટે પણ 500 કરોડનું પેકેજ

  • 2 લાખ મધ ઉછેર ખેડુતોને થશે લાભ

  • TAM (ટામેટા, ડુંગળી બટેટા) યોજના હેઠળ અન્ય ફળો અને શાકભાજી લાવવામાં આવ્યા છે.

  • માલ ભાડૂ અને કોલ્ડ સ્ટોરેજ માટે સરકાર દ્વારા 50-50 ટકા સબસિડી આપવામાં આવશે

  • ESMA, 1955 કાયદામાં સરકાર સુધારો કરવા જઈ રહી છે.

  • તેમાં તેલીબિયાં, કઠોળ જેવા અનાજ, ટામેટાં, બટાટા અને તેલને બાકાત રાખવામાં આવી રહ્યા છે, જેથી ખેડુતો તેમને વિદેશમાં વેચી શકે.

  • જો જરૂરી હોય તો આ ફૂડ પ્રોડક્ટ્સને ESMA કાયદા હેઠળ લાવી શકાય છે.

  • ખેડુતોને અધિકાર છે કે તેઓ પોતાની પેદાશ કોઈપણ અને સમગ્ર દેશમાં ક્યાંય પણ વેચી શકશે.

  • આ માટે સરકાર કાયદામાં સુધારો કરવા જઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube