નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ છે કે હવે ગ્રાહકોને કેશ ઉપાડ પર લાગેલી પાબંધી પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત થઇ જશે. નાણામંત્રીએ જણાવ્યું કે આજે કેબિનેટ બેઠકમાં યસ બેંકના રીકંસ્ટ્રકશન પ્લાનને મંજૂરી મળી ગઇ છે અને ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.  


નોટિફિકેશન ઇશ્યૂ થવાના 3 દિવસ બાદ ઉપાડ પર લાગેલી પાબંધી દૂર થઇ જશે. નાણામંત્રીએ એ પણ જણાવયું કે એક નવું બોર્ડ, જેમાં SBIના ઓછામાં ઓછા 2 નિર્દેશક છે, અધિસૂચના જાહેર થવાના 7 દિવસની અંદર કાર્યભાર સંભાળી લેશે. તમને જણાવી દઇએ કે અત્યારે યસ બેંકના ગ્રાહકો પર RBI એ દર મહિને 50 રૂપિયાની સીમા નક્કી કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube