નવી દિલ્હીઃ નિકાસકારો માટે GST પ્રક્રિયાને સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય પગલા ભરવાની તૈયારીમાં છે. આ હેઠળ GST  રિફંડની મંજૂહી અને પ્રોસેસિંગ બંન્ને કામની એક વ્યવસ્થા કે અધિકૃત કરશે. એક અધિકારીએ આ વાત કરી હતી. હાલની વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્યના કર અધિકારીઓ બંન્ને પાસેથી રિફંડની મંજૂરીની જરૂર હોય છે, પરંતુ ઓગસ્ટમાં આ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ બેની જગ્યાએ એક ઓથોરિટી જીએસટી રિફંડની મંજૂરી અને તેની પ્રક્રિયા પર કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસૂલ વિભાગ આ વ્યવસ્થામાં કામ કરી રહ્યું છે. તેના અનુસાર, કરદાતાએ દાવો મંજૂર થયા બાદ કર અધિકારી પાસેથી રિફંડ મળી જશે. વર્તમાનમાં કરદાતાએ રિફંડનો દાવો કરવા પર કેન્દ્રીય કર અધિકારી 50 ટકા દાવાની ચુકવણી કરી દેતું હતું અને બાકીની રકમની ચુકવણી રાજ્યના કર અધિકારીઓની તપાસ બાદ કરવામાં આવતી હતી. 


વસ્તુ અને સેવા કર (જીએસટી) રિફંડ માટે રાજ્ય કર અધિકારીઓની પાસે દાવો કરવા પર પણ આ વ્યવસ્થાનું પાલન કરવામાં આવે છે. આ કારણે પૂરુ રિફંડ મળવામાં વધારે સમય લાગે છે અને નિકાસકારોની સામે રોકડનું સંકટ ઉભું થાય છે. રિફંડ પ્રક્રિયામાં થઈ રહેલી આ સમસ્યાને દૂર કરવા માટે એક વ્યવસ્થાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 


સિંગલ ઓથોરિટી સિસ્ટમ કરશે રિફંડની તપાસ
'એકલ ઓથોરિટી સિસ્ટમ' હેઠળ કરદાતાએ રાજ્ય કે કેન્દ્રના કર અધિકારી સમક્ષ રિફંડનો દાવો કર્યા બાદ અધિકારી દાવાની તપાસ, મૂલ્યાંકન કરી સંપૂર્ણ રિફંડ (કેન્દ્ર અને રાજ્ય જીએસટી બંન્નેની ભાગીદારી)ને મંજૂરી આપશે. બાદમાં આંતરિક ખાતા સમાયોજનના માધ્યમથી બાકી ઓથોરિટી બાદી રકમને એડજસ્ટ / ગોઠવણી કરી દેશે.