ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં મોદી સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું. મોદી સરકારનું આ 9મું બજેટ છે, આ અગાઉ મોદી સરકાર કેન્દ્રમાં રહીને 8 વખત દેશ માટે બજેટ રજૂ કરી ચુકી છે. જોકે, કોરોના કાળમાં રજૂ કરાયેલાં આ બજેટમાં ગુજરાત માટે ખાસ ખુબખબરી છે. નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છેકે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારાણે અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


નાણામંત્રી નિર્મલા સીતારમણે  ( FM Nirmala Sitharaman ) આજે જાહેર કરેલાં બજેટમાં વિવિધ મુદ્દાઓ અંગે વાત કરી. જેમાં ખાસ કરીને ગુજરાત માટે પણ મોટી જાહેરાત કરી.  ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે. ફિનટેક ઉદ્યોગ માટે ડેડિકેટેડ સ્ટાટઅપ ફંડની રચના કરવામાં આવશે. ગિફ્ટ સિટીના ફિનટેક હબ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા રૂ. 27 હજાર કરોડની મૂડી ધરાવતા DFIની રચના કરાશે.


ફિનટેક પાર્ક શું છે?
ગુજરાતમાં બની રહ્યું છે રૂપિયાની ટેક્નોલોજીનું પાર્ક. નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેકની સેવાઓ માટે નવા રોકાણની અપેક્ષા સાથે ગુજરાત સરકાર એક નવું ફિનટેક પાર્ક સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ પાર્ક ગાંધીનગર સ્થિત ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં સ્થપાશે. ફિનટેક ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં બહું મોટી વૃદ્ધિ થઇ છે. સિંગાપોર આ નવા બજાર માટેનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ સમાન ટેકનોલોજી ભારતમાં પણ પ્રવેશી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેનો લાભ ઉઠાવવા માગે છે. આ અંગે રાજ્ય સરકાર એક સપર્પિત ફિનટેક પોલિસી બનાવવા જઇ રહી છે, જે ગિફ્ટ સિટી તેમજ આજુબાજુના વિસ્તારોમાં સ્થપાનારી કંપનીઓને અનેક પ્રકારના પ્રોત્સાહન આપશે.


સિંગાપોર બાદ ભારત ફિનટેક ક્ષેત્રમાં નવા માર્કેટ તરીકે ઉભર્યું
ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સેવા ક્ષેત્રમાં નવા રોકાણના પ્રવાહની અપેક્ષાએ ગુજરાત સરકારે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે નવા ફિનટેક પાર્કની સ્થાપના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ફિનટેક પાર્ક ગિફ્ટ સિટી ખાતે નવા ક્ષેત્રોમાં પણ પ્રદાન કરશે. ફિનટેક સેક્ટરે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે અને આ પ્રકારના જ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે.


ફિનટેક પાર્ક ઉપરાંત 27 હજાર કરોડના ફંડ સાથે DFIની પણ સ્થાપના
ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા દીર્ઘકાલીન પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની (DFI) સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27,000 કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે. આ DFIનું વ્યાવસાયિક રીતે સંચાલન કરાશે.


Budget 2021: જાણો આ વખતે બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું


886 એકરમાં ફેલાયેલું છે ગિફ્ટ સિટી
ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં ​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.


અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.


Budget 2021: Insurance ક્ષેત્ર માટે મોટી જાહેરાત, 74% FDI ને મળી મંજૂરી


અલંગ યાર્ડ ખાતે શિપ રિસાઈક્લિંગને ઉત્તેજન અપાશે, રૂ. 1624 કરોડનું ફંડ
તદુપરાંત સીતારમણે ભારતમાં મર્ચન્ટ શીપ્સને ઉત્તેજન આપવા માટે રૂ. 1624 કરોડનું અલાયદું ફંડ રચવાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના માધ્યમે શીપ રિસાઈક્લિંગ વર્ક કરવા પર પણ ફોકસ કરાશે. અલંગ એ વિશ્વનો સૌથી મોટો જહાજનો ભંગારવાડો છે જ્યાં દર વર્ષે આશરે 400 જેટલા જહાજો ભંગાવા આવે છે. હવે આ જ અલંગ યાર્ડ ખાતે શીપને રિસાઈકલ કરવાની કામગીરીને પણ વેગવાન બનાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube