ફિચે ઘટાડ્યું GDP ગ્રોથનું રેટિંગ અને પછી...માર્કેટમાં રોકાણ કરતા લોકો માટે ખાસ સમાચાર
ગ્લોબલી પોઝિટીવ વચ્ચે પણ ભારતીય ઇકોનોમીમાં સુસ્તીનો તબક્કો ચાલી રહ્યો છે. હકીકતમાં ફિચ રેટિંગ્સે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપીનો અનુમાનિત દર પાંચ ટકાથી ઘટાડીને 4.6 ટકા કરી નાખ્યો છે
નવી દિલ્હી : ગ્લોબલી પોઝિટીવ વચ્ચે પણ ભારતીય ઇકોનોમીમાં સુસ્તીનો તબક્કો ચાલી રહ્યો છે. હકીકતમાં ફિચ (Fitch) રેટિંગ્સે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી (GDP)નો અનુમાનિત દર પાંચ ટકાથી ઘટાડીને 4.6 ટકા કરી નાખ્યો છે. આ સમાચારને કારણે ભારતીય શેરમાર્કેટની રેકોર્ડ તેજી પર પણ બ્રેક લાગી ગઈ છે. આ રેટિંગ જાહેર કરીને જીડીપીએ આર્થિક મોરચા પર ભારતને ઝાટકો આપ્યો છે. એજન્સીએ નિવેદન આપ્યું છે કે કંપની અને વપરાશકર્તાઓનો આત્મવિશ્વાસ ઘટવા સિવાય અનેક આર્થિક સંકટને કારણે વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે, પણ આમ છતાં દેશ ક્રમશ: આર્થિક પ્રગતિ કરી રહ્યો છે.
જો નાણામંત્રીએ 'આ' વાત માની લીધી તો લઘુત્તમ વેતન થઈ જશે 21,000 અને પેન્શન 6000 રૂપિયા
હાલમાં ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે (Gita Gopinath) હાલમાં એક કાર્યક્રમમાં જાહેરમાં નિવેદન આપતા કહ્યું છે કે આઇએમએફ જાન્યુઆરીમાં ભારતના વૃદ્ધિદરના પોતાના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ પહેલાં પણ અનેક એજન્સી આ અનુમાનમાં ઘટાડો કરી ચુકી છે. ભારતમાં જન્મેલી ગીતાએ એક કોન્કલેવમાં કહ્યું હતું કે સંસ્થાએ આ પહેલાં ઓક્ટોબરમાં જાહેર કરેલા અનુમાનની જાન્યુઆરી (January)માં સમીક્ષા કરવામાં આવશે.
ફક્ત 50 રૂપિયામાં ખરીદો આ દમદાર શેર, પૈસા લગાવશો તો મળશે સારું રિટર્ન
ભારતમાં ડિમાન્ડ અને ખાનગી ક્ષેત્રમાં રોકાણની કમીને તેમજ નબળો પડેલો આયાત બિઝનેસ જીડીપી દરમાં આવેલી સુસ્તી માટે જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં જીડીપી વૃદ્ધિ દર સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા બીજા તબક્કામાં છ વર્ષના સૌથી નીચેના સ્તર 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. રિઝર્વ બેંક અને અર્થ વ્યવસ્થા પર નજર રાખનાર અનેક વિશ્લેષકોએ 2019-20ના પોતાના અનુમાનની સમીક્ષા કરીને એને ઘટાડી નાખ્યું છે. ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત એકમાત્ર એવું વિકસી રહેલું માર્કેટ છે જેના આંકડા તમને આશ્ચર્યચક્તિ કરી દેશે. તમે માર્કેટના આંકડા પર નજર ફેરવશો તો તમને ચોક્કસ આંચકો લાગશે. અમે આ આંકડાઓનું વિશ્લેષણ કરીને જાન્યુઆરીમાં નવા આંકડા જાહેર કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...