કેતન જોશી, અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મોટી-મોટી હોટલ બ્રાંડ્સે પોતાની સ્ટાર કેટેગરીની હોટલ ખોલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2019 દરમિયાન અમદાવાદમાં 100 અને સમગ્ર ગુજરાતમાં 2500 સ્ટાર કેટેગરીના રૂમ વધી જશે. આંતરરાષ્ટ્રીય હોટલ ચેન હિલ્ટને તાજેતરમાં જ અમદાવાદમાં 173 રૂમવાળી ફાઇવ સ્ટાર હોટલ શરૂ કરી છે. મેરિયટ પણ નવી હોટલની સાથે અમદાવાદમાં આવી રહી છે. ફેડરેશન ઓફ હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત (FHRAG) નું કહેવું છે કે આઇટીસી નર્મદા, લીલા પેલેસ પણ આ યાદીમાં સામેલ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ



વેલકમ 2009: આ રહ્યા સસ્તા ટૂર & ડેસ્ટિનેશન, જાણો ક્યારે બુકિંગ કરાવવાથી થશે કેટલો ફાયદો

અત્યારે અમદાવાદમાં લગભગ 1000 ફાઇવ સ્ટાર કેટેગરીના રૂમ્સ છે અને વર્ષ 2019માં તેમાં એટલા જ નવા રૂમ્સ ઉમેરાઇ જશે. માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ ગુજરાતમાં પણ 3 સ્ટારથી માંડીને 5 સ્ટાર કેટેગરીના વધુ 1500 રૂમ ખુલશે. એટલે કે 2019માં ગુજરાતમાં વધુ 2500 સ્ટાર કેટેગરીના રૂમ ખુલશે. 


FHRAG ના પ્રમુખ નરેંદ્ર સોમાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 1000 અને ગુજરાતમાં 1500 નવા સ્ટાર કેટેગરીના રૂમ્સ ખુલશે. હવે તમને જણાવીએ કે આખરે ગુજરાતમાં સ્ટાર કેટેગરીના હોટલ રૂમ અચાનક વધવાનું પાછળનું કારણ શું છે.

ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો, જાણો કેવી રીતે


1. અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને દેશમાંથી અને જાપાનથી ડેલિગેશન સતત ગુજરાતના પ્રવાસે આવે છે.
2. અમદાવાદ મેટ્રોનું કામ અંતિમ તબક્કામાં છે એટલા માટે શહેરમાં ઘણી વિદેશી ટેક્નોલોજી એંજીનિયર્સ અને દેશભરમાંથી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારોનું આવાગમન.
3. વાઇબ્રન્ટ સમિટમાં દુનિયાભરમાંથી ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકો જાન્યુઆરીમાં અમદાવાદ આવશે. 
4. જાપાન અને ચીનની કંપનીનું ગુજરાતમાં રોકાણને લઇને પ્રવાસ.
5. દર મહિને લગભગ ત્રણ મોટા રાષ્ટ્રીય સેમિનારનું અમદાવાદમાં આયોજન.
6. અમદાવાદ ભારતનું એકમાત્ર હેરિટેજ સિટી હોવાના લીધે દુનિયાભરના પ્રવાસીઓનું શહેરમાં આગમન.
7. સાણંદમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓના અધિકારીઓનો ગુજરાત પ્રવાસ.
8. અમદાવાદની આસપાસ ઔદ્યોગિક ગતિવિધિ તેજ થઇ હોવાથી દેશ વિદેશની કંપનીઓના સીઈઓનું શહેરમાં અવર-જવર વધી ગઇ છે. 


હિલ્ટન ગ્રુપના જીએમ ગોપીનાથ ગોપાલને જણાવ્યું હતું કે 'ગુજરાતમાં ખૂબ પ્રોટેંશિયલ છે. અમારા ઉપરાંત બીજી ઘણી મોટી હોટલ્સ અમદાવાદમાં આવશે. સ્ટાર કેટેગરીના નવા રૂમના લીધે અમદાવાદમાં 900 કરોડ અને સમગ્ર ગુજરાતમાં 2400 કરોડનું નવું રોકાણ આવશે. થોડું રોકાણ તો થઇ પણ ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જાન્યુઆરીમાં આયોજિત થશે. આશા છે કે તે પહેલાં બીજી કેટલીક ફાઇવસ્ટાર હોટલ ખુલી જશે અને બાકીની વર્ષ 2019 દરમિયાન ખુલશે.