નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 29 ઓક્ટોબરથી પોતાની બિગ દિવાળી સેલ (Big Diwali Sale)ને શરૂ કરવા જઇ રહી છે. આ દરમિયાન કંપની ઘણા ઉત્પાદનો પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે. આ પહેલાં કંપનીએ 17 થી 21 ઓક્ટોબર વચ્ચે Big Billion days સેલનું આયોજન કર્યું હતું. આ સમયે કંપની Dussehra Specials સેલ ચાલી રહ્યો છે. દિવાળી બ્લાસ્ટ સેલ 4 નવેમ્બર સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રોડક્ટ પર મળશે ડિસ્કાઉન્ટ
ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ જેવા રૂમ, લેપટોપ, સ્માર્ટવોચ, અને હેડફોન્સ પર 80 ટૅકા સુધી મળશે. તો બીજી તરફ સિલેક્ટેડ લેપટોપ પર 50 ટકા છૂટની ઓફર મળશે. તો બીજી તરફ ટેબલેટ પર 45 ટકા હેડફોન, સ્પીકર્સ, ટીવી, માઇક્રોવેવ, વોશિંગ મશીન અને બીજા કિચન એપ્લાસન્સ પર 80 ટકા છૂટ મળી શકે છે. ગ્રાહક એક્સચેંજ ઓફર સાથે વધારાના ડિસ્કાઉન્ટનો ફાયદો પણ લઇ શકે છો.  


આ બેંકોના કાર્ડ પર મળશે છૂટ
સેલ દરમિયાન Axis બેંક સહિત HDFC, ICICI, SBI, બજાજ ફિનજર્વ કાર્ડ અને બીજા મોટા બેંકોના ડેબિટ કાર્ડ્સ પર પણ નો-કોસ્ટ ઇએમઆઇ ઓફર આપવામાં આવશે. એક્સિસ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ઇએમઆઇ ટ્રાંજેક્શન પર 10 ટકા ઇંસ્ટેટ ડિસ્કાઉન્ટ પણ મળશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube