નવી દિલ્હી : ઓનલાઇન શોપિંગ કરવાની ઇચ્છા હોય તો તમારી પાસે એક બજેટ હોવું જોઈએ. તમે ક્રેડિટ કાર્ડની મદદથી પણ તમારી ફેવરિટ વસ્તુ ખરીદી શકો છો અને એ પણ ઇએમઆઇની મદદથી. જોકે ઘણીવાર કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડની મદદ નથી લેવા ઇચ્છતી અને આ કારણોસર ડેબિટ કાર્ડનો વપરાશ કરતી હોય છે. જોકે એવી કેટલીક વેબસાઇટ છે જે ઇ-કોમર્સ વેબસાઇટ પર ઇએમઆઇનો ઓપ્શન નથી આપતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ફ્લિપકાર્ટે પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા લોન્ચ કરી છે. આ ઓનલાઇન વેબસાઇટ હવે યુઝર્સને ડેબિટ કાર્ડ પર પણ ઇએમઆઇનો વિકલ્પ આપી રહી છે. કંપનીએ આ માટે હવે દેશની ચાર મોટી બેંકો સાથે હાથ મેળવ્યા છે. આમાં એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઇ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક શામેલ છે. ફ્લિપકાર્ટ પાસેથી ડેબિટ કાર્ડના આધારે હપ્તાથી સામાન લેવા માટે તમારે પહેલાં ચેક કરવું પડશે કે આ તમને આ સુવિધા મળી શકે એમ છે કે નહીં. આ ચેક કરવાના બે રસ્તા છે. 


કઈ રીતે કરશો ચેક?


  • સૌથી પહેલાં તમારે મેસેજ કરવો પડશે

  • આ મેસેજ એ નંબરથી કરવાનો હશે જે ફ્લિપકાર્ટમાં સેવ હોય

  • આ માટે મેસેજમાં <DCEMI> લખીને એને 57575 પર મોકલવો પડશે

  • જો તમને આ સુવિધા મળી હશે તો એ મેસેજમાં ખબર પડી જશે

  • બીજા ઓપ્શનમાં તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકશો

  • આ સુવિધા માટે કોઈ ચાર્જ દેવાની જરૂર નથી


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...