નવી દિલ્હી: દેશની સૌથી અગ્રણે ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજથી પોતાના સ્માર્ટફોન અથવા મોબાઇલ ફોન ગ્રાહકો માટે એક શાનદાર Mobile Bonanza Sale લઇને આવ્યું છે. આ સેલ 17 જૂનથી 21 જૂન 2019 સુધી ચાલશે. જો તમે પણ સ્માર્ટફોન ખરીદવાની તૈયારીમાં છે તો તમારી પાસે આજથી પાંચ દિવસ સુધી શાનદાર તક છે, જ્યાં ડિસ્કાઉન્ટ રેટ પર મોબાઇલ તો ખરીદી શકશો, એકસ્ટ્રા ઓફર પણ મળશે. આ સેલમાં તમામ મોટી બ્રાંડના સ્માર્ટફોન સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 ટકાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ
ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ દરમિયાન ગ્રાહક જૂના સ્માર્ટફોન એક્સચેંજ કરી શકે છે. તેના પર તેમને બોનસ પણ મળશે. જો તમે ઇએમઆઇ પર નવો ફોન ખરીદો છો તો તમને 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે એક્સિસ બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરો છો તો તમને 10 ટકાનું ઇંસ્ટટ ડિસ્કાઉન્ટ મળશે. 

22 KYMCO એ લોન્ચ કર્યા ત્રણ સ્કૂટર, કિંમત 2.30 લાખ સુધી


દરેક બ્રાંડ અને દરેક બજેટમાં ખરીદી શકો છો મોબાઇલ
આ સેલમાં તમને દરેક બ્રાંડના મોબાઇલ ફોન ખરીદવા માટે ઉપલબ્ધ છે. એપ્પલ, સેમસંગ, રેડમી (શાઓમી), ઓનર, અસુસ, રીયલમી, ઇનફિનિક્સ, ઓપ્પો, વીવો, નોકિયા, એલજી, જિઓની, પેનાસોનિક અને અન્ય બ્રાંડના મોબાઇલ ફોન ઉપલબ્ધ છે. તમે ઇચ્છો છો તો સ્માર્ટફોનને નો કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકો છો. એટલે કે કોઇપણ ફોનની કિંમત 24000 રૂપિયા છે તો તમે પોતાની સુવિધા અને ક્ષમતા અનુસાર 3,6,9 અને 12 માસિક હપ્તામાં ખરીદી શકો છો. તેનાથી તમને બજેટ પર પણ અસર નહી થાય.  

90km ની માઇલેજ આપનાર નવું સ્કૂટર લોન્ચ, કિંમત માત્ર 63,555 રૂપિયા


સેમસંગનો સ્માર્ટફોન  SAMSUNG J6 આ સેલમાં ફક્ત 9490 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટની વેબસાઇટના અનુસાર તેની વાસ્તવિકત કિંમત 12,900 રૂપિયા છે. 5.6 ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન નો કોસ્ટ ઇએમઇ પર પણ ખરીદી શકાય છે. તેમાં 4જીબી અને 64જીબી રોમ છે. તેને 256 જીબી સુધી એક્સપેંડ કરવામાં આવી શકે છે. તેમાં 13MP રીયર કેમેરા છે અને 8MP નો ફ્રંટ કેમેરા લાગેલો છે. બેટરી 3000 mAh ની છે. સાથે તેમાં Exynos 7870 પ્રોસેસર છે.


ચીનની મોબાઇલ બનાવનાર કંપની શાઓમીનો સ્માર્ટફોન Redmi Note 6 Pro ને તમે ફક્ત 13999 રૂપિયામાં ખરીદી શકો છો. તેને જો એક્સિસ બેંકના કાર્ડથી ખરીદો છો તો તમે 10 ટકાનું ઇંસ્ટંટ ડિસ્કાઉન્ટ મળી જશે. જો ઇએમઆઇ પર ખરીદો છો તો 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેમાં 6જીબી રેમ અને 64જીબી રોમ છે. તેને એસડી કાર્ડની મદદથી 256જીબી સુધી વધારી શકાય છે. તેમાં 6.26 ઇંચની FHD+ ડિસ્પ્લે છે. સાથે 12MP + 5MP और 20MP + 2MP નો ડુઅલ ફ્રંટ કેમેરા સેટઅપ છે. તેમાં 4000 એમએએચ લી-પોલિમર બેટરી લાગેલી છે અને આ ક્વાકોમ સ્નૈપડ્રૈગન 636 પ્રોસેસર પર આધારિત છે. 

BSNL એ લોન્ચ કર્યો 151 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન, 180 દિવસની મળશે વેલિડિટી


સસ્તામાં આઇફોન ખરીદવાની તક
જો તમે આઇફોન ખરીદવા માંગો છો તો આ સારી તક છે. ઉદાહરણ માટે જો તમે Apple iPhone XR ખરીદવા માંગે છે તો તમે તેને ફક્ત 59900 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે તેની વાસ્તવિક કિંમત 76900 રૂપિયા છે. તેની ખરીદી જો એચડીએફ બેંકના કાર્ડ વડે (ફક્ત ઇએમઆઇ ટ્રાંજેક્શન) કરો છો તો 10 ટકાનું ઇંસ્ટટ ડિસ્કાઉન્ટ મળશે. આ વધુમાં વધુ 7500 રૂપિયા છે. આ ઉપરાં તેને તમે 9984 રૂપિયાના નો કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકો છો.