ભારતની ફેમસ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કાર્ડલેસ ક્રેડિટની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી છે. આ પહેલા એમેઝોન ઈન્ડિયાએ ઈએમઆઈ ક્રેડિટ ઓપ્શન લોન્ચ કર્યું હતું. ફ્લિપકાર્ટે એમેઝોન બાદ ગ્રાહકો માટે શરૂ કરી છે. કાર્ડલેસ ક્રેડિટના અંતર્ગત ફ્લિપકાર્ટ પર ગ્રાહકોને તત્કાલ 60,000 રૂપિયા સુધીની ક્રેડિટની સુવિધા મળશે. મહત્ત્વૂપૂર્ણ બાબત એ છે કે, કાર્ડલેસ ફેસિલિટીનો લાભ ઉઠાવનાર ગ્રાહકોને કોઈ જ પ્રકારનું વ્યાજ આપવું નહિ પડે. ફ્લિપકાર્ટે આ સુવિધા ખાસ કરીને એવા ગ્રાહકો માટે શરૂ કરી છે, જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ફ્લિપકાર્ટ કાર્ડલેસ ક્રેડિટ સુવિધા
ફ્લિપકાર્ટના કાર્ડલેસ ક્રેડિટનો ફાયદો કોઈ પણ ગ્રાહક ઉઠાવી શકે છે. જ્યારે કોઈ ગ્રાહક ફ્લિપકાર્ટથી કોઈ પ્રોડક્ટ ખરીદ્યા બાદ જ્યારે ચેકઆઉટ કરવા જશે, તો તેને બે ઓપ્શન આપવામાં આવશે. જેમાં એકમાં રૂપિયાની ચૂકવણી એક મહિના બાદ કરવાની રહેશે. જ્યારે કે બીજા ઓપ્શન અંતર્ગત પ્રોડક્ટની કુલ કિંમત 3થી 12 મહિનાના ઈએમઆઈમાં બદલાવી શકાય છે. 


લોન લઈને કરી શકશો શોપિંગ
જો ગ્રાહકની ફ્લિપકાર્ટ પર પ્રોફાઈલ સારી છે, તો તે 60,000 રૂપિયા સુધીની લોન લઈને શોપિંગ કરી શકે છે. જોકે, આ લોન ફ્લિપકાર્ટ ગ્રાહના ગત શોપિંગ એક્સપીરિયન્સના આધાર પર આપવામાં આવશે. આ લોનને પ્રોસેસ થવામાં માત્ર 60 સેકન્ડ જ લાગશે. જો કોઈ ગ્રાહક 2000 રૂપિયાથી ઓછી કિંમતની ખરીદી કરે છે, તો તે ઓટીપી નાખ્યા વગર ચેકઆઉટ કરી શકે છે. આ રકમની ચૂકવણી ગ્રાહક ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ કાર્ડના માધ્યમથી કરી શકે છે.