નવી દિલ્હી: ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન અને ફ્લિપકાર્ટએ તાજેતરમાં જ પોતાના વાર્ષિકા સિઝનલ સેટનું ટિઝર જાહેર કર્યું હતું, પરંતુ સેલ શરૂ થવાની તારીખ જણાવી ન હતી. પરંતુ આજે ફ્લિપકાર્ટે પોતાના ધ બિગ બિલિયન ડેઝ સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. ફ્લિપકાર્ટએ કહ્યું કે કોરોનાથી પરેશાન પોતાના કસ્ટમર્સને તે આ મહાસેલમાં તમામ કેટેગરીમાં ખાસ ઓફર આપી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Flipkart | Amazon | Online Shoping | 


કંપનીએ કહ્યું કે ફ્લિપકાર્ટ પ્લસ કસ્ટમર્સને આ મહાસેલનો ફાયદો 15 ઓક્બરથી લેવાની તક મળશે. ઇ-કોમર્સ માર્કેટપ્લેસએ ફેસ્ટિવલ સિઝનને ખાસ બનાવવા માટે આ વર્ષે 850 શહેરોમાં 50 હજારથી વધુ કરિયાણા સ્ટોર્સને પોતાની સાથે જોડી દીધા છે. આ મહાસેલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરનારાઓને કસ્ટમર્સને 10 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપશે. 

Amazon અને Flipkart પર શરૂ થવાની છે ફેસ્ટિવલ સેલ, મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ


ફ્લિપકાર્ટે નો કોસ્ટ ઇએમઆઇ માટે બજાજ ફિનસર્વ અને કેશબેક્સ માટે પેટીએમ સાથે કરાર કર્યો છે. ફ્લિપકાર્ટ પર ટીવી એન્ડ એપ્લાયન્સ અને ઇલેક્ટ્રોનિક એન્ડ એસેસરીઝ પર 80 ટકા સુધી ઓફ મળશે. આ ઉપરાંત ઘણી શાનદાર ડીલ્સ મળશે. ફ્લિપકાર્ટ પર ફેશનને  કપડાં પર પણ 60 થી 80 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube