Business Idea: ભારતમાં કૃષિ ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે. આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિ કમાણીના સંદર્ભમાં આગળ વધવાનું વિચારે છે. જો તમે પણ ખેતી દ્વારા વધુ કમાણી કરવા માંગો છો આજે અમે તમારા માટે એવો પાક લઈને આવ્યા છીએ જે વર્ષમાં 3-4 વાર ઉગાડી શકાય છે. અમે વાત કરી રહ્યા છે બેબીકોર્નની.. જેની શહેરોમાં અને અને નાની મોટી જગ્યાએ બમ્પર માંગ છે. દરેક રેસ્ટોરન્ટ હોટેલ, ચાઈનીઝ, પીઝા, પાસ્તા વગેરેમાં બેબી કોર્નની ખુબ માંગ હોય છે.. ભારતમાં ઘઉં અને ચોખા પછી મકાઈ સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ખેડૂતોએ મકાઈ ઉગાડવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે અને તેઓ દર વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે.. તો ચાલો જાણીએ કે બેબી કોર્ન ફાર્મિંગ કેવી રીતે કરવું અને તેની ખેતીમાંથી કેટલો નફો મળે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક 45-50 દિવસમાં તૈયાર થઈ જશે-
બેબીકોર્નની ખેતી આખા વર્ષ દરમિયાન કરી શકાય છે. બેબીકોર્નની ખેતી વર્ષમાં 3-4 વખત પણ કરી શકાય છે. આ પાકને તૈયાર થવામાં 45-50 દિવસનો સમય લાગે છે. તેથી આ ખેડૂતો માટે એકદમ નફાકારક સોદો બની શકે છે..બેબી કોર્નમાં કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન  અને વિટામિન હોય છે. તેને કાચા અને પકવેલા બન્ને રીતે ખાઈ શકાય છે..


ખેડૂતોને બમણો નફો-
બેબીકોર્નની ખેતીથી બમણો નફો મેળવી શકાય છે.. તેની લણણી પછી બાકીના છોડમાંથી પ્રાણીઓ માટે ચારો તૈયાર કરી શકાય છે. ખેડૂતો તેનો લીલા ચારા તરીકે પણ ઉપયોગ કરી શકે છે અને તેને કાપીને સુકવ્યા બાદ સૂકી સ્ટ્રો પણ બનાવી શકાય છે.. મકાઈનો ચારો પશુઓ માટે ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. આ ચારો પશુઓને ખવડાવવાથી તેમની દૂધ ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. 


ખર્ચ-
એક એકરમાં બેબી કોર્ન ઉગાડવાની કિંમત 15000 રૂપિયા છે. જયારે કમાણી 1 લાખ સુધી થઈ શકે છે.. વર્ષમાં 4 વખત પાક લઈને ખેડુઓ વર્ષમાં 4 લાખ સુધીની કમાણી કરી શકે છે.. જોકે તેના વેચાણ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થિત સપ્લાય ચેઇન નથી. તો તેના વેચાણમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.. 


સરકાર તરફથી મદદ મળશે-
જો તમે મોટા સ્તરે ખેતી કરવા માંગો છો તો આવી સ્થિતિમાં તમે સરકાર પાસેથી ખેડૂત લોન લઈ શકો છો .. ભારત સરકાર બેબી કોર્ન અને મકાઈની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે.. આ અંતર્ગત સરકાર જાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે.. આ વિષે વધુ માહિતી માટે તમે ની મુલાકાત લઈ શકો છો..