મુંબઈ : હાલમાં નવેમ્બર મહિનાનો ફૂડ ઇન્ફ્લેશન (ખાદ્યપદાર્થોની કિંમતમાં થતા વધારાનો દર) (Food inflation) ડબલ ડિજીટમાં 10.01 ટકા જેટલો નોંધાયો છે. મોંઘવારી ચક્કીમાં પીસાતી જનતા માટે આ સમાચાર બેવડા માર જેવા છે. આ પહેલાં 2013ના ડિસેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન 13.16 ટકા નોંધાઈ હતી. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન 2.99 ટકા હતું જે સપ્ટેમ્બરમાં વધીને 5.11 ટકા થઈ ગયું હતું. આ આંકડો ઓક્ટોબર અને નવેમ્બરમાં ક્રમશ: 7.89 અને 10.01 ટકા જેટલો  નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ


સામાન્ય રીતે ફૂડ ઇન્ફ્લેશન અપુરતા વરસાદ અને દુકાળ જેવી પરિસ્થિતિને કારણે ઉભું થતું હોય છે. જોકે આ વખતે ફૂડ ઇન્ફ્લેશનનું કારણ વધારે પડતો કમોસમી વરસાદ છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે મોદી સરકારમાં ફૂડ ઇન્ફ્લેશનમાં ભારે વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. 


મોંઘવારીનો મારઃ નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 5.54%, પ્રજા પરેશાન


મોદી સરકારના પહેલા કાર્યકાળમાં 2014ના જુન મહિનાથી માંડીને 2019ના મે મહિના સુધી સરેરાશ ફૂડ ઇન્ફ્લેશન 3.26 ટકા રહ્યું હતું. જોકે હવે આ આંકડામાં વધારો થઈ રહ્યો છે. આ સિવાય દેશમાં વિજળીની માંગથી માંડીને બાઇકના વેચાણમાં ઘટાડો દેશની અર્થવ્યવસ્થામાં અધોગતિનો નિર્દેશ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...