Indian Railways: નવરાત્રી પહેલા ભારતીય રેલવે તરફથી ભક્તોને મોટી ભેટ આપવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી શરૂ થવાની છે અને તેવામાં જો તમે વૈષ્ણવદેવી દર્શન કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે ખૂબ જ ખાસ સમાચાર છે. 22 માર્ચથી નવરાત્રી શરૂ થશે અને આ અવસર પર લાખોની સંખ્યામાં ભક્તો માતાના મંદિરે દર્શન કરવા પહોંચે છે. તેવામાં ભારતીય રેલવેએ ભક્તોની સુવિધા માટે મહત્વની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રેલવે દ્વારા વૈષ્ણોદેવીના દર્શન કરવાની સાથે જ કાંગડાદેવી, જ્વાલાજી, માં ચામુંડા અને ચિંતપૂર્ણના દર્શન કરવા માટે ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ અંતર્ગત તમે નવરાત્રી દરમિયાન માતાના દર્શન સરળતાથી કરી શકો છો. આ પેકેજમાં પાંચ પ્રખ્યાત દેવી મંદિરોના દર્શન કરી શકાય છે.


આ પણ વાંચો:


31 માર્ચ સુધી સર્જાયો બુધાદિત્ય રાજયોગ, આ 3 રાશિના લોકોની તો હવે છે ચાંદી જ ચાંદી


ચાંદીનું કડું પહેરવાથી થાય છે માં લક્ષ્મીની કૃપા, જાણો ચાંદીના કડા પહેરવાના ફાયદા


શનિની સાડાસાતીમાં પણ મળશે શુભ પરિણામ, બસ કરી લેવું આ સરળ કામ


આ પેકેજ અંતર્ગત તમને થર્ડ એસી સાથે સ્લીપર ક્લાસમાં બુકિંગ કરવાની સુવિધા આપવામાં આવશે. આ પેકેજ માટે બુકિંગ 22 માર્ચથી 29 માર્ચ સુધીમાં કરાવી શકાય છે. આ પેકેજ અંતર્ગતની ટ્રેનમા જયપુર, ગુડગાંવ, દિલ્હી સહિતના સ્ટેશનથી જોડાઈ શકાય છે.


આ પેકેજ માટે જો તમે પાંચ લોકો સાથે સ્લીપર ક્લાસમાં યાત્રા કરો છો તો પ્રતિ વ્યક્તિ 10,740 નો ખર્ચ થશે. જો તમે સિંગલ શેરીંગ બુકિંગ કરાવો છો તો 14,735 રૂપિયા અને ડબલ શેરિંગમાં 11,120 ખર્ચ થશે. આ પેકેજની અને તમામ જાણકારીઓ ભારતીય રેલવેની અધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ છે.