નવી દિલ્હી: ડોલરની સામે રૂપિયા પર દબાણ સતત જોવા મળી રહ્યું છે. ગુરૂવારે રૂપિયાની શરૂઆત મોટા ઘટાડા સાથે થઇ હતી. ડોલરની સામે રૂપિયો 26 પૈસા તૂટીને 73.60 પૈસાના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતના વ્યાપારમાં રૂપિયો વધુ તૂટી ગયો છે. અમેરિકન ડોલરની સામે રૂપિયો 44 પૈસા ઘટીને 73.77ની સપાટીએ પહોંચી ગયો છે. બુધવારે પણ રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરની સામે 43 પૈસા ઘટીને 73.34ના સ્તરે બંધ થયો હતો. બુધવારે રૂપિયો પ્રથમ વખત 73ના સ્તરને પાર કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ઘટી રહ્યો છે રૂપિયો
દુનિયાનું પ્રમુખ કરેન્સીના બાસ્કેચમાં ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે. જે રૂપિયો નબળો થવાનું સૌથી મોટું કારણ છે. આયતકારોની તરફથી ડોલરની સતત માંગ અને કાચ્ચા તેલની ઉંચી કિંમતોના કારણે રૂપિયા પર દબાણ બની રહ્યું છે. વિદેશી રોકાણકારો સતત મૂડી પાછી ખેંચી રહ્યાં છે.



15 ટકા તૂટ્યો છે રૂપિયો
વર્ષ 2018માં રૂપિયો લગભગ 15 ટકા તૂટી ચુક્યો છે. કાચ્ચા તેલની ઉંચી કિંમતો, અમેરિકા-ચિન વચ્ચે વધતું ટ્રેડ વોર અને કરેન્ટ અકાઉન્ટ ડેફિસિટને વધવાની આશંકાથી રૂપિયા પર અસર પડી રહી છે. ત્યારે, ડોલરમાં મજબૂતી, ઘરેલું સ્તરે નિકાસમાં ઘટાડો અને રાજકીય અસ્થિરતા જેવા પરિબળો પણ રૂપિયાના ઘટવાનું મોટુ કારણ છે.


શેર માર્કેટ પર પણ દબાણ
વેદેશી પોર્ટફોલિયો રોકાણકારોના મૂડી બજારથી 38.32 કરોડ ડોલર નિકાળી લેવાથી શેર માર્કેટ પણ ઘટાડો જોવ મળી રહ્યો છે. ગુરૂવારે સેન્સેક્સ 633 તૂટીને 35,341.68ના સ્તર પર આવી ગયો હતો. નિફ્ટીમાં પણ 194.6 પોઇન્ટના ઘટાડા સાથે 10,663.65ના સ્તર પર પહોંચી ગયો છે.



રૂપિયામાં હજુ જોવા મળશે ઘટાડો
નોમુરાના જણાવ્યા અનુસાર, આગાલા કેટલાક અઠવાડીયામાં રૂપિયો ડોલરની સામે ઘટીને 75ના સ્તરે પહોંચી શકે છે. જેમાં ક્રૂડ ખરીદીવું વધુ ખર્ચાળ થશે. ડોલરની વધતી ડિમાન્ડ, રાજકીય અનિશ્ચિતતા અને યૂએસ ફેડ દ્વારા ભાવ વધારવાના સંકેતથી રૂપિયા વધુ તૂટી શકે છે.


સૌથી ખરાબ પ્રદર્શનવાળી કરેન્સી
પાછલા કેટલા દિવસોથી રૂપિયો ઘટાડાના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. એશિયામાં રૂપિયો સોથી ખરાબ પ્રદર્શન કરનારી કરેન્સી બની ગઇ છે. જણાવી દઇએ કે ઘટતા રૂપિયાની અસર ભારતીય શેર માર્કેટ પર પણ દેખાઇ રહી છે. બુધવારના દિવસે શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ નીચે ઘટી 36,300 પર પહોંચી ગયો છે. નિફ્ટી 61 પોઇન્ટ ઘટવાની સાથે 10,943 પર રહ્યો છે.