How to become Crorepati: પૈસા કમાવવા સરળ છે પરંતુ વધારવા એટલા જ મુશ્કેલ. પૈસા સુરક્ષિત રહે અને સારું રિટર્ન પણ આપતા રહે, એવું જો કે શોધવું મુશ્કેલ નથી. રોકાણની શરૂઆત કરો અને પછી જુઓ કમાલ. પરંતુ જો નિર્ણય ખોટો પડ્યો તો પૈસા એટલા ઝડપથી વધશે નહીં. આથી આ માટે યોગ્ય પ્લાનિંગ અને એ જાણવું જરૂરી છે કે ફાયદો ક્યાં થશે. સૌથી પહેલી વાત...જેટલી ઓછી ઉંમરથી તમે રોકાણ કરવાનું શરૂ કરશો, ભવિષ્યમાં તમારા માટે એટલી જ મોટી અમાઉન્ટ ભેગી થશે. જો કે કરોડપતિ બનવું સરળ નથી પરંતુ જો તમે એક નિર્ધારિત લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો તમે કરોડપતિ પણ બની શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે એગ્રેસિવ ઈન્વેસ્ટર હોવ અને જલદી મોટું ફંડ ભેગું કરવા માંગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે. તમે તેમાં SIP દ્વારા થોડા લાંબા સમય માટે રોકાણ કરો તો પોતાને કરોડપતિ બનાવી શકો છો. માર્કેટ લિંક્ડ હોવાના કારણે એસઆઈપીમાં ગેરન્ટેડ રિટર્ન હોતું નથી. તેનું રિટર્ન માર્કેટ પર બેસ્ડ હોય છે. પરંતુ લાંબા સમયગાળામાં તેમાં 15 અને 20 ટકાનું પણ રિટર્ન મળી શકે છે. તેનું સરેરાશ રિટર્ન જ 12 ટકા ગણાય છે. આ ઉપરાંત તેમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળે છે. તેનાથી વેલ્થ ક્રિએશન ખુબ ઝડપથી થાય છે. જો તમે SIP ની મદદથી ઓછા સમયમાં કરોડપતિ બનવા માંગતા હોવ તો  15X15X15 નો ફોર્મ્યુલા તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. 


 15X15X15 નો ફોર્મ્યુલા કેવી રીતે બનાવશે કરોડપતિ
 15X15X15 ના ફોર્મ્યુલા મુજબ તમારે 15 વર્ષ માટે 15,000 રૂપિયા દર મહિને કોઈ એવી સ્કીમમાં રોકાણ કરવાના હોય છે જેમાં તમને 15 ટકા પ્રમાણે વ્યાજ મળી શકે. અમે અહીં SIP માં રોકાણની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એસઆઈપીમાં લોંગ ટર્મમાં 15 ટકાનું રિટર્ન મળવું એ મોટી વાત નથી.  15X15X15 ના ફોર્મ્યુલાના અપનાવીને જો તમે SIP (Systematic Investment Plan) માં રોકાણ કરો તો 15000 રૂપિયા મહિનાના હિસાબે 15 વર્ષમાં કુલ 27,00,000 રૂપિયાનું રોકાણ કશો. પરંતુ તેના પર 15 ટકા મુજબ જો વ્યાજ મળ્યું તો તે 74,52,946 રૂપિયા થશે. એ રીતે રોકાણ કરાયેલી રકમ અને વ્યાજ મળીને 15 વર્ષમાં 1,01,52,946 રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. 


જેટલી જલદી રોકાણ કરશો એટલું જલદી બનશો ધનિક
રોકાણ તમે જેટલું જલદી શરૂ કરશો એટલા જલદી કરોડપતિ બની શકો છો. જો તમે 15 વર્ષની ઉંમરમાં 15X15X15 ના ફોર્મ્યૂલા પ્રમાણે રોકાણ કરશો તો 40 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની શકો છો. પરંતુ આ માટે તમારી આવક લગભગ 80000 રૂપિયા માસિક હોવી જરૂરી છે. ફાઈનાન્શિયલ રૂલ પ્રમાણે આવકના 20 ટકા બચાવીને રોકાણ કરવું જોઈએ. જો તમારી આવક મહિને 80000 રૂપિયા હોય તો તેના 20 ટકા 16000 રૂપિયા થયા. આવામાં તમે 15 હજાર રૂપિયા ખુબ સરળતાથી SIP માં રોકાણ કરી શકો  છો.