નવી દિલ્હીઃ પૈસાદાર બનવું કોને ન ગમે. જો કે પૈસા કમાવા એટલું સહેલું નથી. નોકરિયાતો માટે કરોડપતિ બનવું સપનુ બની રહે છે જો કે આ સપનુ સાકાર થઈ શકે છે. આ માટે તમારે એક ફોર્મ્યુલાનું પાલન કરવું પડે. નિષ્ણાતોનું માનીએ તો ઓછા પગારવાળા લોકો પણ જો તેમનું જીવન સમજદારીથી જીવે તો તેમને અમીર બનતા કોઈ રોકી ન શકે. સંપત્તિ સર્જન માટે બચત ફક્ત એક પ્રક્રિયા નહીં, પણ સૂત્ર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાતોનું માનીએ તો જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે વેલ્થ મેનેજમેન્ટ જાણતો હોય તો તેને અમીર બનતા કોઈ રોકી શકતું નથી. એટલે કે 25 વર્ષની ઉંમરે અમીર બનીને તે 50 વર્ષની વયે નિવૃત્તિની યોજના બનાવી શકે છે અને બાકીનું જીવન આરામથી પસાર કરી શકે છે. જેટલી બચત વધુ, એટલા વધુ ઝડપથી અમીર બની શકે છે.


આ વાતને જો દાખલા સાથે સમજીએ તો, એક વ્યક્તિનો પગાર મહિને 30 હજાર રૂપિયા છે, તો પણ તે સરળતાથી અમીર બની શકે છે. આ માટે તેણે પૈસાના 50-30-20 નિયમનું પાલન કરવું પડશે. એટલે કે પગારના 50 ટકામાં જરૂરી ખર્ચ, 30 ટકામાં લક્ઝરી ઈચ્છાઓ અને બાકીના 20 ટકામાં રોકાણ. જો કોઈની સેલેરી 30 હજાર રૂપિયા મહિને છે તો તેણે મહિનાનો ખર્ચ 15 હજાર રૂપિયા પૂરતો મર્યાદિત રાખવો પડશે. આ સાથે તમારી ઈચ્છાઓ 30 ટકા એટલે કે 9 હજાર રૂપિયામાં પૂરી થઈ શકે છે. હવે 30 હજાર રૂપિયાના ત્રીજા ભાગ 20 ટકાની ગણતરી જોઈએ તો મહિને 6,000 રૂપિયાની બચત વર્ષે 72,000 રૂપિયા બચાવી શકે છે.


આ 20 ટકા બચતનું શેર, મ્યુચ્યુઅલ ફંડ અને સેવિંગ્સ ફંડમાં રોકાણ કરીને તમે સારું વળતર મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ 15 ટકા સુધીનું વળતર આપે છે. જેના આધારે ગણતરી કરીએ તો 6,000 હજાર રૂપિયાના માસિક રોકાણ સાથે તમે 25 વર્ષમાં કુલ 1,97,04,442 કરોડ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો