નવી દિલ્હીઃ બેન્ક ખાતાધારકને મળનાર એટીએમ કાર્ડ (ATM)ની મદદથી તમે સરળતાથી પૈસા ઉપાડી શકો છો. કાર્ડ સ્વાઇપ કરી શોપિંગ કરી શકો છો, પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે એટીએમ કાર્ડની સાથે તમને અકસ્માત વીમાની સુરક્ષા પણ મળે છે. આ સર્વિસની મદદથી એટીએમ કાર્ડ હોલ્ડરના મોત થવા પર કે પછી અકસ્માતની સ્થિતિમાં તેના આશ્રિતને વીમાની રકમ મળે છે. જાણકારીના અભાવમાં લોકો એટીએમની સાથે મળનાર વીમાની રકમનો લાભ ઉઠાવી શકતા નથી. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( SBI)પોતાના ડેબિડ કાર્ડ ધારકને ( Debit Card Holders)ને 20 લાખ સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. આ વીમા કવર કાર્ડના નેચર પ્રમાણે અલગ-અલગ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ATM કાર્ડની સાથે મળે છે વીમો
એસબીઆઈની વેબસાઇટ પર હાજર જાણકારી પ્રમાણે ડેવિડ કાર્ડ ધારકોને કોમ્લીમેન્ટ્રી ઇન્શ્યોરન્સ કવર મળે છે. આ વીમા કવર 25 હજાર રૂપિયાથી 20 લાખ સુધીની હોઈ શકે છે. ATM કાર્ડની કેટેગરી પ્રમાણે વીમાની રકમ નકી થાય છે. બેન્કે પોતાની વેબસાઇટ પર આ વિશે જાણકારી આપી છે, આ વીમા કવર કાર્ડ ધારકને ત્યાં સુધી મળે છે, જ્યારે દુર્ઘટનાના 90 દિવસની અંદર એટીએમ કાર્ડનો ઉપયોગ એટીએમ મશીન કે પીઓએસ/ઈકોમ પર ઓછામાં ઓછા એક વખત કર્યો હોય.


આ પણ વાંચોઃ કરોડો લોકોને લાગી લોટરી, હોળી પર મળશે 2 ફ્રી ગેસ સિલિન્ડર, સરકારે કરી જાહેરાત


ATM કાર્ડની કેટેગરી પ્રમાણે નક્કી થાય છે વીમા કવર
ડેબિટ કાર્ડધારકને દુર્ઘટના અને હવાઈ દુર્ઘટના દરમિયાન મૃત્યુની સ્થિતિમાં એટીએમ કાર્ડ પર મળનાર વીમા સુરક્ષાનો લાભ મળે છે. આ વીમા કવર કેટલું હશે તે કાર્ડની કેટેગરી પર નિર્ભર કરે છે. હવાઈ દુર્ઘટનાની સ્થિતિમાં વીમાનો ક્લેમ ત્યારે કરી શકાય છે, જ્યારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ટિકિટ ખરીદવામાં આવી હોય.


કાર્ડના પ્રકાર હવાઈ ​​મુસાફરી સિવાયનો વ્યક્તિગત અકસ્માત વીમો (મૃત્યુ) વ્યક્તિગત હવાઈ અકસ્માત વીમો (મૃત્યુ પર)
SBI ગોલ્ડ (માસ્ટરકાર્ડ/વીઝા) કાર્ડ 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા
SBI પ્લેટિનિયમ (માસ્ટરકાર્ડ/વીઝા) કાર્ડ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા
SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા) 2 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા
SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા) 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા
SBI Visa સિગ્નેચર/માસ્ટર કાર્ડ ડેબિટ કાર્ડ 10 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube