1 જુલાઈથી આ જરૂરી નિયમમાં થશે ફેરફાર, તમારા પર પડશે સીધી અસર, ચેક કરો વિગત
જૂન મહિનો સમાપ્ત થવાનો છે અને જુલાઈની શરૂઆત થવાની છે. આવતા મહિનાની 1 તારીખથી કેટલાક ફેરફાર થવાના છે. જેની અસર સીધી તમારા પર પડશે.
નવી દિલ્હીઃ Changes From 1 july: જૂન મહિનો પૂરો થવાનો છે અને જુલાઈ મહિનાની શરૂઆત થશે. આ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 જુલાઈથી કેટલાક ફેરફાર થશે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પપર પડશે. આવો જાણીએ જુલાઈમાં ક્યા-ક્યા ફેરફાર થવાના છે અને તમારા પર તેની શું અસર પડશે.
1. PAN- Aadhaar Linking: જો તમે હજુ સુધી તમારા આધાર-પાન કાર્ડને લિંક કર્યું નથી તો તમારી પાસે માત્ર ગણતરીના દિવસો બાકી છે. તમારા આધારને ફટાફટ પાન કાર્ડ સાથે લિંક કરાવી લો. આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. તમને જણાવી દઈએ કે જો તમે 30 જૂન પહેલાં આ કામ નહીં કરો તો તમારે 500 રૂપિયાનો દંડ દેવો પડશે, પરંતુ ત્યારબાદ આ દંડ ડબલ કરી દેવામાં આવશે.
2. TDS On Cryptocurrency: 1 જુલાઈથી ક્રિપ્સોટકરન્સીના રોકાણકારોને ઝટકો લાગવાનો છે. આગામી મહિનાથી તમામ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ટીડીએસ ચુકવવો પડશે. પછી તમે ક્રિપ્ટોનું વેચાણ નફામાં કર્યું હોય કે ખોટમાં. તમને જણાવી દઈએ કે વર્ષ 2022-2023થી ક્રિપ્ટોકરન્સીથી થનાર આવક પર 30 ટકા કેપિટલ ગેન ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 1 જુલાઈથી ક્રિપ્ટો ખરીદ-વેચાણ પર એક ટકા ટીડીએસની ચુકવણી કરવી પડશે.
3. 1 જુલાઈથી મોંઘા થશે એસીઃ આગામી મહિનાથી એર કંડીશનરની ખરીદી મોંઘી પડશે. હકીકતમાં Bureau of Energy Efficiency એ એર કંડીશનર્સ માટે એનર્જી રેટિંગ નિયમમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 જુલાઈથી લાગૂ થશે. તેનો મતલબ છે કે 1 જુલાઈથી 5-સ્ટાર એસીનું રેટિંગ સીધુ 4-સ્ટાર થઈ જશે. નવી એનર્જી એફિશિએન્સી દિશાનિર્દેશોને કારણે ભારતમાં આવનારા સમયમાં એસીની નવી કિંમતોમાં 7-10 ટકાનો વધારો થવાની આશા છે.
આ પણ વાંચોઃ 200 રૂપિયાની નોટ Rs 500 કરતા મોંઘી, જાણો કઈ નોટ પાછળ કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ
4. 1 જુલાઈથી ઓફિસના સમયમાં થશે ફેરફારઃ દેશમાં 4 લેબર કોટ (શ્રમ સંહિતા) લાગૂ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જો બધુ બરોબર રહ્યું તો 1 જુલાઈથી લેબર કોડના નવા નિયમ લાગૂ થઈ જશે. તે લાગૂ થયા બાદ હેન્ડ સેલેરી, કર્મચારીઓનો ઓફિસ સમય, પીએફ કોમ્ટ્રીબ્યુશન સિવાય ગ્રેચ્યુટી વગેરે પર અસર પડવાની સંભાવના છે. પ્રસ્તાવ પ્રમાણે કામકાજની કલાકોને વધારી 12 કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ 4 દિવસમાં 48 કલાક એટલે કે દરરોજ 12 કલાક કામ કરવું પડશે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ 30 મિનિટ આરામ આપવાનો પણ પ્રસ્તાવ છે.
5. LPG ની કિંમતમાં ફેરફારઃ ગેસ સિલિન્ડરની કિંમતમાં દરેક મહિનાની પ્રથમ તારીખે સંશોધન કરવામાં આવે છે. સિલિન્ડરના ભાવ જે રીતે વધી રહ્યાં છે તેને જોતા અનુમાન છે કે 1 જુલાઈથી રસોઈ ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે.
6. Demat Account KYC: જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તમારે 30 જૂન સુધી પોતાના ટ્રેડિંગ એકાઉન્ટની કેવાઈસી કરાવી લેવી પડશે, બાકી તમારૂ એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. જો તેમ થશે તો તમે 1 જુલાઈથી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube