1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.
નવી દિલ્હી: દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો:- જુલાઇમાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પહેલાં પતાવી દો તમારા જરૂરી કામ
એટીએમ ટ્રાન્જેક્શન પર નહીં મહે છૂટ
બુધવારથી તમામ બેંકોના ખાતેદારોને એટીએમથી કેસ ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં 8 અને નોન મેટ્રો સીટીમાં 10 ટ્રાન્જેક્શન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.
આ પણ વાંચો:- તૂટી ગયા તમામ રેકોર્ડ: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ
ફરીથી ખાતામાં રાખવું પડશે ઓછામાં ઓછું બેલેન્સ
સરકારે હાલ 30 જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.
આ પણ વાંચો:- હવે એક SMSથી ભરી શકશો આ કેટેગરીના રિટર્ન, અહીં જાણો એકદમ સરળ રીત
મળશે ઓછું વ્યાજ
સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્મ 3.25 ટકા વ્યાજ મળશે.
આ પણ વાંચો:- હવે આ જાણીતી કંપનીએ કહ્યું કે તેમના બ્રાન્ડથી હટવાશે 'ફેર' અને 'વ્હાઇટ' શબ્દ
ખાતા થશે ફ્રીઝ
આ સાથે જ 1 જૂલાઇથી કેટલીક બેંકોમાં ડોક્યૂમેન્ટ જમા નહીં કરાવા પર લોકોના ખાતા ફ્રીઝ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાની સાથે જ વિજ્યા બેંક અને દેના બેંકમાં પણ આ નિયમ લાગુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વિજ્યા અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube