નવી દિલ્હીઃ સોનું એક પરંપરાગત રોકાણનો વિકલ્પ રહ્યું છે. ભારતીયોનું આ પીળી ધાતુ પ્રત્યે આકર્ષણ સદીઓ જૂનું છે. તેને લોકો મુશ્કેલ સમય માટે પણ રાખે છે. છેલ્લા કેટલાક સમયમાં તેણે અન્ય એસેટ ક્લાસના મુકાબલે સારૂ પ્રદર્શન કર્યું છે. 73000 રૂપિયાના લેવલને પાર કરી તે ધીમે ધીમે 74000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સ્તર તરફ વધી રહ્યું છે. સોનાની કિંમતો ઘણીવાત પર નિર્ભર કરે છે. તેમાં માંગ અને સપ્લાય, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ, મોંઘવારી, રાજનીતિક અને ભૂ-રાજનીતિક અસ્થિરતા, ડોલરની કિંમત, તહેવાર અને લગ્નની સીઝન, વ્યાજ દરો અને સરકારી નીતિઓ સામેલ છે. છેલ્લા છ દાયકામાં સોનાએ લાંબી સફર કાપી છે. આવો જાણીએ આ દરમિયાન ક્યારે-ક્યારે કઈ વાતોએ પીળી ધાતુઓની કિંમતો પર અસર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનામાં ક્યારે-ક્યારે આવી તેજી?
1964 : 63 રૂપિયા


1973: 278 રૂપિયા
બ્રેટન વુડ્સનો દોર ખતમ થયો હતો. આજે પણ બ્રેટન વુડ્સને આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ અને વૈશ્વિક નાણાકીય સ્થિરતા માટે એક મહત્વપૂર્ણ પાયાનો પથ્થર માનવામાં આવે છે. તેણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમ માટે ઘણી સ્થાયી સંસ્થાઓ અને માળખાની સ્થાપના કરી જે આજે પણ યથાવત છે. ફિક્સ્ડ એક્સચેન્જ રેટ બન્યો. તેમાં યુનિવર્સલ સ્ટાન્ડર્ડ તરીકે સોનાને રાખવામાં આવ્યું. 


1979: 937 રૂપિયા
ઈરાની ક્રાંતિ બાદ મિડલ ઈસ્ટમાં આ સંકટનો સમય હતો. આ ક્રાંતિને ઇસ્લામિક ક્રાંતિ કે એનેલાબ-એ એસ્લામીના નામે ઓળખવામાં આવે છે. આ 1978-1979માં ઈરાનમાં થયેલી લોકપ્રિય ક્રાંતિ હતી. આ ક્રાંતિએ શાહ મોહમ્મદ રેઝા પહલવીની સત્તાવાદી સરકારને ઉખેડી ફેંકી હતી. રૂહોલ્લાહ ખોમૈનીના નેતૃત્વમાં એક ઇસ્લામિક ગણરાજ્યની સ્થાપના થઈ હતી. 


આ પણ વાંચો- ટાટાના આ શેરે ભરી ઉડાન, 1.85 રૂપિયાવાળા શેરે કોથળા ભરીને રૂપિયા કમાઇ આપ્યા


1987: 2,570 રૂપિયા
19 ઓક્ટોબર 1987ને બ્લેક મંડેના નામથી ઓળખવામાં આવે છે. આ અમેરિકી ઈતિહાસમાં એક દિવસમાં શેર બજારમાં સૌથી ખરાબ ઘટાડો હતો. આ દિવસે ડોવ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ  (DJIA)માં 22.6 ટકાનો ઘટાડો થયો હતો. આ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હતો.


1998: 4,045 રૂપિયા
1998માં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને નાણાકીય બજારોમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ જોવા મળી. તેનો કેન્દ્રીય બેન્કો પર મહત્વપૂર્ણ પ્રભાવ પડ્યો. તેમાંથી એક નાણાકીય સંકટ પણ હતું. 1997ના અંતમાં શરૂ થયેલ આ સંકટ થાઈલેન્ડમાં એક મુદ્રા સંકટના રૂપમાં શરૂ થયું હતું. પછી તે જલ્દી એશિયામાં ફેલાય ગયું. ઘણા એશિયન દેશની મુદ્રાઓનું અવમૂલ્યન થયું. તેના કારણે બેન્કિંગ સંકટ, વ્યવસ્થાઓની નિષ્ફળતા અને વ્યાપક આર્થિક મંદી આવી. કેન્દ્રીય બેન્કોએ બજારોને સ્થિર કરવા અને અર્થવ્યવસ્થાઓને સમર્થન આપવા માટે હસ્તક્ષેપ કર્યો. તેમાં વ્યાજદરમાં ઘટાડો, રોકડ પ્રદાન કરવી અને બચાવ પેકેજ સામેલ હતા. 


2008: 12,500 રૂપિયા
2008નું સબપ્રાઇમ મોર્ગેજ સંકટ ગંભીર નાણાકીય સંકટ હતું. તેણે અમેરિકા અને વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને હચમચાવી દીધી હતી. આ ઉચ્ચ-જોખમવાળી લોન (જેને સબપ્રાઇમ મોર્ગેજ કહેવામાં આવે છે) ની વધતી સંખ્યાથી શરૂ થયું, જે તે ઘર ખરીદનારાને આપવામાં આવી જેની ક્રેડિટ ગુણવત્તા ઓછી હતી. જ્યારે તે ચૂક કરવા લાગ્યું તો તેણે નાણાકીય સિસ્ટમમાં એક ચેન રિએક્શન શરૂ કરી દીધું. તેના કારણે વ્યાપક આર્થિક મંદી અને વૈશ્વિક નાણાકીય સંકટ આવ્યું. દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક લીમન બ્રધર્સના પતનથી તેની શરૂઆત થઈ હતી. 


આ પણ વાંચોઃ રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ


2012: 31,050 રૂપિયા
2009માં શરૂ થયેલું યુરોપીયન સોવરેન ડેટ ક્રાઇસિસ 2012માં વધુ ગાઢ બન્યું. તેણે યુરોપીય યુનિયન અને યુરોની મુદ્રાને ગંભીર સંકટમાં મુકી દીધી.


2019: 35,220 રૂપિયા
2019માં મિડલ ઈસ્ટમાં ચિંતા વધી હતી. તેનાથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો.


2020: 48,651 રૂપિયા
દુનિયાભરમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી.


2024: 73,500 રૂપિયા
ચીન તરફથી સોનાની માંગ વધી ગઈ છે. બીજી કેન્દ્રીય બેન્કો પણ પીળી ધાતુને ખરીદી રહી છે. અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર ઘટાડવાની આશા છે.


આગળ કેવી રહેશે સોનાની ચાલ?
વિશ્લેષકોનું કહેવું છે કે સોનાની કિંમતો નજીકના ભવિષ્યમાં અસ્થિર રહી શકે છે. 


આંતરરાષ્ટ્રી ઘટનાઓઃ યુક્રેનમાં યુદ્ધ, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ અને યુએસ મોનેટરી પોલિસી જેવા કારણોથી સોનાની કિંમતો પ્રભાવિત થશે.

સ્થાનીક માંગઃ તહેવારો અને લગ્નના સમયમાં સોનાની માંગ વધી શકે છે, જેનાથી કિંમતોમાં તેજી આવી શકે છે.