નવી દિલ્હીઃ IPO opens today: જો તમે બજારમાં સારી કમાણીની તક શોધી રહ્યાં છો તો આજથી તમે શરૂઆત કરી શકો છો. શેર બજારમાં 4 ઓગસ્ટ એટલે કે આજથી તમને શાનદાર કમાણી (Earn money from share market) ની તક મળવાની છે, જ્યાં તમે પૈસા લગાવી સારૂ રિટર્ન મેળવી શકો છો. મહત્વનું છે કે 4થી 6 ઓગસ્ટ વચ્ચે એટલે કે આજથી 4 મોટી કંપનીઓ IPO (IPO Market) લઈને આવી રહી છે. આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજે ઓપન થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે શેર બજારમાં આઈપીઓની ભરમાર છે અને રોકાણકારો તેના દ્વારા મોટો નફો મેળવી રહ્યાં છે. હાલમાં લિસ્ટ થયેલા તત્વ ચિંતન ફાર્માએ લિસ્ટિંગ ડેટ પર રોકાણકારોને મોટો ફાયદો કરાવ્યો હતો. આ કંપનીનો આઈપીઓ ડબલ ભાવ પર લિસ્ટ થયો હતો. તેણે રોકાણકારોના પૈસા પ્રથમ દિવસે ડબલ કરી દીધા હતા. આવો અમે તમને આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ, લોટ સાઇઝ અને લિસ્ટિંગ વિશે માહિતી આપી રહ્યાં છીએ. 


1. દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International IPO)
ભારતમાં  KFC, Pizza Hut અને Costa coffee ની સોથી મોટી ફ્રેન્ચાઇઝી Devyani International Ltd બુધવારે બજારમાં પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલના આઈપીઓ માટે 86-90 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ તૈયાર કરી છે. પ્રાઇઝ બેન્ડની અપર પ્રાઇઝ પ્રમાણે કંપની પ્રાઇમરી માર્કેટથી 1838 કરોડ રૂપિયા ભેગા કરશે. સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ 4થી 6 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. આ આઈપીઓના એક લોટમાં તમને 165 શેર મળશે. આ આઈપીઓમાં તમારે મિનિમમ 14190 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


2. વિન્ડલાસ બાયોટેક (Windlas Biotech IPO)
ડોમેસ્ટિક ફાર્માસ્યૂટિકલ્સ ફોર્મૂલેશન કોન્ટ્રાક્ટ ડેવલોપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO) પોતાનો આઈપીઓ 4 ઓગ્સેટ લોન્ચ કરવાની છે. કંપની ઈશ્યૂ દ્વારા 401.53 કરોડ રૂપિયા ભેગા કરશે. કંપનીએ ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ 448-460 રૂપિયા નક્કી કર્યા છે. આ આઈપીઓના એક લોટ સાઇઝમાં તમને 30 શેર મળશે. આ આઈપીઓમાં તમારે મિનિમમ 13440 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


આ પણ વાંચોઃ Gold Latest Prices: 3-5 વર્ષોમાં સોનીની કિંમત થઈ જશે ડબલ! જાણો ક્યાં સુધી પહોંચશે ભાવ?


3. કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ (Krsnaa Diagnostics IPO)
કૃષ્ણા ડાગ્નોસ્ટિક્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ક  933-954 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તે પણ 4થી 6 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. આ ઈશ્યૂ દ્વારા કંપની 1213.76 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવી રહી છે. આઈપીઓના એક લોટમાં રોકાણકારોને 15 શેર મળશે. આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આઈપીઓમાં તમારે મિનિમમ 13995 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


4. એક્સારો ટાઇલ્સ (Exxaro Tiles IPO)
વેટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવનારી કંપની  Exxaro Tiles પણ કાલે શેરબજારમાં પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 118-120 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ હેઠળ 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. તેના દ્વારા કંપનીએ 161.09 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવ્યો છે. તેમાં રોકાણકારોને 125 શેર મળશે. આ આઈપીઓમાં તમારે મિનિમમ 14750 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube