Fuel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 80-80 પૈસાનો વધારો, જાણો નવી કિંમત
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને અન્ય કેટલાક કારણોને કારણે દેશમાં 137 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનાથી પેટ્રોલિયમ કંપનીઓને 19000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નવી દિલ્હીઃ મોંઘવારીથી પરેશાન જનતાને દરરોજ ઝટકો લાગી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. બુધવાર 6 એપ્રિલે બંને ઈંધણના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવો વધારો બુધવારે સવારે 6 કલાકે લાગૂ થશે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.41 અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
5 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાલ એક લીટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 95.87 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી અત્યાર સુધી 15માંથી 13 વખત વધારો થયો છે. જ્યાં સુધી કાચા તેલની વાત છે તો આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેન્ટ ક્રૂડ 1.59 ટકાના વધારા સાથે 109.24 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.
22 માર્ચથી શરૂ થયો હતો વૃદ્ધિનો સિલસિલો
પાછલા વર્ષ 4 નવેમ્બરથી લઈને 21 માર્ચ 2022 સુધી એટલે કે 137 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. ત્યારબાદ 22 માર્ચ 2022થી બંને ઈંધણોના ભાવમાં વૃદ્ધિનો સિલસિલો શરૂ થયો હતો. અત્યાર સુધી 13 કટકામાં પેટ્રોલ અને ડીઝલ 9.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ ચુક્યા છે.
આ પણ વાંચોઃ મે મહિનામાં આવશે એલઆઈસીનો આઈપીઓ, સરકાર ભેગા કરશે 50 હજાર કરોડ રૂપિયા
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને અન્ય કેટલાક કારણોને કારણે દેશમાં 137 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનાથી પેટ્રોલિયમ કંપનીઓને 19000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મૂડીઝના રિપોર્ટ પ્રમાણે આઈઓસીને 1 અબજથી લઈને 1.1 અબજ ડોલર, બીપીસીએલ અને એચપીસીએલ પ્રત્યેકને 55થી લઈને 65 કરોડ ડોલરનું નુકસાન થયું છે. આ વચ્ચે સતત 3-4 મહિના સુધી કાચા તેલના ભાવ ખુબ ઉચ્ચ સ્તરે પહોંચ્યા પરંતુ દેશમાં ઈંધણના ભાવમાં વધારો થયો નહીં. તેવામાં હવે તેલ કંપનીઓ ભાવમાં વધારો કરી પોતાના નુકસાનની ભરપાઈ કરી રહી છે.
શું હાલ મળશે કોઈ રાહત?
પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી હાલમાં કોઈ રાહત મળવાની આશા નથી. ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-20 રૂપિયા સુધીનો વધારો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube