Sunday બન્યો જોરદાર, સતત 11મા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
ઓઈલ મેકિંગ કંપનીઓએ દિલ્હી અને કોલકાત્તામાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો. જ્યારે કે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ચેન્નાઈમાં 32 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને કોલકાત્તામાં ડીઝલના ભાવમાં 33 પૈસા, જ્યારે કે મુંબઈ અને ચેન્નાઈમાં 35 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે સતત 11મા દિવસે ઘટાડો યથાવત રહ્યો છે. ગત દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો આવ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે.
ઓઈલ મેકિંગ કંપનીઓએ દિલ્હી અને કોલકાત્તામાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો. જ્યારે કે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ચેન્નાઈમાં 32 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને કોલકાત્તામાં ડીઝલના ભાવમાં 33 પૈસા, જ્યારે કે મુંબઈ અને ચેન્નાઈમાં 35 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં રવિવારે પેટ્રોલનો ભાવ ક્રમશ 72.23 રૂપિયા, 74.25 રૂપિયા, 77.80 રૂપિયા અને 74.94 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ 67.02 રૂપિયા, 68.75 રૂપિયા, 70.15 રૂપિયા અને 70.77 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે.
એન્જલ બ્રેકિંગ હાઉસના ડેપ્યુટી વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તા (રિસર્ચ કોમોડિટી તેમજ કરન્સી)ની માનીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં 3 ઓક્ટોબર બાદ અંદાજે 27 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે.
ઈન્ડિયન ઓઈલનુ કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલનો ભાવ નક્કી કરતા સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત 15 દિવસનું અંદાજિત મૂલ્ય અને સાથે જ ડોલરના મુકાબલે રૂપિયાનું વિનિમય દરને ગણતરીમાં લેવામાં આવ્યુ છે.