Alternative fuels in India: મોંઘા પેટ્રોલ-ડીઝલની હવે જરૂર જ નહીં પડે!, આ જબરદસ્ત 5 ઈંધણથી દોડશે તમારી બાઈક-કાર
Alternative fuels in India: પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ જનતાને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. આવામાં લોકોને હવે ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે. પરંતુ આ ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે એકદમ જબરદસ્ત ઈંધણ હવે તમને ભવિષ્યમાં જોવા મળશે.
Alternative fuels in India: પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ જનતાને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. આવામાં લોકોને હવે ભવિષ્યની ચિંતા પણ સતાવી રહી છે. પરંતુ આ ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે એકદમ જબરદસ્ત ઈંધણ હવે તમને ભવિષ્યમાં જોવા મળશે. માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની ચિંતા છોડો અને આ વિકલ્પ પર ધ્યાન આપો. ભવિષ્યમાં તમારી કાર આ ઈંધણ ઉપર જ દોડશે. ભાવ પણ ઓછો અને માઈલેજ આપશે જબરદસ્ત. આવો જાણીએ આવા જ 5 વૈક્લ્પિક ઈંધણ વિશે....
બાયોડીઝલ
Biodiesel નામનું આ વૈકલ્પિક ઈંધણ સીધુ વનસ્પતિ તેલ, પશુઓની ચરબી, અને રિસાયકલ કુકિંગ ગ્રીસથી બનતું હોય છે. આ તેલોને બાયોડીઝલમાં ફેરવવા માટે કરાતી પ્રક્રિયાને ટ્રાન્સ-ઈસ્ટરીકરણ કહે છે. બાયોડીઝલ જૈવિક સ્ત્રોતથી પ્રાપ્ત ડીઝલ જેવું જ બિન પરંપરાગત ઈંધણ છે. તે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોથી બનાવવામાં આવે છે. બાયોડીઝલમાં ઓછી માત્રામાં પેટ્રોલિયમ પદાર્થ ભેળવવામાં આવે છે અને તેનો વિવિધ ગાડીઓમાં ઉપયોગ થઈ શકે છે. બાયોડીઝલ ઝેરી ન હોવા સાથે બાયોડિગ્રેડેબલ પણ છે. તેને ભવિષ્યનું ઈંધણ ગણવામાં આવે છે.
ઈથેનોલ
Ethanol પ્લાન્ટ મટિરિયલથી બનનારું રિન્યૂબલ ફ્યૂલ છે. ગેસથી દોડનારા વાહનોનો પણ ભાગ. આ એક એવા પ્રકારનું ઈંધણ છે જે પેટ્રોલ સાથે ભેળવી દેવાથી વાહનોની દુનિયામાં એક નવી ક્રાંતિ લાવશે. ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં લગભગ 20 ટકા ઈથેનોલ ભેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ એક પ્રકારનો આલ્કોહોલ છે જેને વાહનોના પેટ્રોલમાં ભેળવીને ગાડીઓમાં ફ્યૂલની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. તેનું પ્રોડક્શન શેરડીમાંથી થાય છે. પરંતુ શર્કરાવાળા અન્ય અનેક પાકમાંથી પણ તે તૈયાર કરી શકાય છે.
હાઈડ્રોજન
Hydrogen fuel ને પાણી, હાઈડ્રોકાર્બન, કે અન્ય કાર્બનિક પદાર્થોથી બનાવવામાં આવે છે. હાઈડ્રોજનને એક સ્વચ્છ અને વધુ ઉર્જાવાળું ઈંધણ માનવામાં આવે છે. એક કિલો હાઈડ્રોજનમાં નેચરલ ગેસથી 2.6 ગણી વધુ એનર્જી હોય છે. તેને સ્ટોર કરી શકાય છે અને જરૂર પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય છે.
નેચરલ ગેસ
Natural Gas: તે હાઈડ્રોકાર્બન એક ગંધરહીત મિશ્રણ છે. જેમાં મોટાભાગે મીથેન છે. નેચરલ ગેસ એવો કાચો માલ છે જેને ઈંધણ સ્વરૂપે ઓટોમોબાઈલમાં ઉપયોગ માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માં પરિવર્તિત કરવામાં આવે છે. તથા ભોજન પકાવવા માટે ઘરેલુ રસોઈમાં પાઈપ સપ્લાયમાં પણ ઉપયોગમાં લેવાય છે.
પ્રોપેન
Propane કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સ્વચ્છ બળતણ અને હાઈ એનર્જીવાળું હોય છે. પ્રોપેન ગેસ એવા ગેસમાંથી એક છે જે LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની વ્યાખ્યામાં બરાબર ફીટ બેસે છે. પ્રોપેન એક જ્વલનશીલ હાઈડ્રોકાર્બન ગેસ છે. જેને દબાણના માધ્યમથી લિક્વિફાઈડ કરાય છે અને સામાન્ય રીતે હીટિંગ, ભોજન બનાવવા, ગરમ પાણી, અને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે. પ્રોપેનનો ઉપયોગ રેફ્રિજરેન્ટ, એરોસોલ પ્રોપેલેન્ટ અને પેટ્રોકેમિકલ ફીડસ્ટોક માટે પણ થઈ શકે છે.