Russia-Ukraine War બાદ બદલાઈ જશે ક્રિપ્ટો કરેન્સીનું ભવિષ્ય, જાણો શું કહે છે એક્સપર્ટ્સ
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રિપ્ટો કરેન્સી ઘણી ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, રશિયા તેના ઉપર લાગેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે ક્રિપ્ટો કરેન્સીનો ઉપયોગ કરી શકે છે. ત્યારે યુક્રેન દુનિયા પાસેથી ક્રિપ્ટોના રૂપમાં ડોનેશન લઇ રહ્યું છે.
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રિપ્ટો કરેન્સી ઘણી ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને યુરોપીયન સંઘ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરવા માટે રશિયા ક્રિપ્ટો કરેન્સીનો ઉપયોગ કરી શકે છે. આ સાથે જ કેટલીક એવી ખબરો પણ સામે આવી છે કે ક્રિપ્ટો કરેન્સી તરીકે યુક્રેનને ડોનેશન મળી રહ્યું છે. યુક્રેનને અત્યાર સુધીમાં 45 મિલિયન ડોલરથી વધારે ડોનેશન મળ્યું છે. એવામાં રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ક્રિપ્ટો કરેન્સીનું ભવિષ્ય કેટલું બદલાઈ શકે છે, આવો જાણીએ...
ક્રિપ્ટો કરેન્સીની દોડમાં સામેલ છે ઘણા લોકો
અંગ્રેજી મેગેઝીન આઉટલુકના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ, યૂનોકોઈનના સીઈઓ સાત્વિક વિશ્વનાથનું કહેવું છે કે, કોરપોરેટ લેવલ પર લોકો પહેલાથી જ આ બંને દેશોમાં ક્રિપ્ટો કરેન્સીમાં સામેલ થવાની દોડમાં સામેલ થઈ રહ્યા છે. તેના કારણે તેમની અર્થવ્યવસ્થામાં અસ્થિરતા અને અમેરિકી ડોલરની સરખામણીએ ફિયાટ ચલણનું અવમૂલ્યન થવાનું છે. ક્રિપ્ટો ત્યાં મૂલ્યના ભંડાર તરીકે કામ કરી રહ્યું છે.
ક્રિપ્ટો કરેન્સીને કંટ્રોલ કરવાની જરૂરિયાત
ફરી સવાલ થઈ રહ્યો છે કે, શું દુનિયાને આખરે ક્રિપ્ટો કરેન્સીમાં લેણ-દેણ અને રોકાણને કાયદેસર સ્વરૂપોમાં સ્વીકાર કરવા પડશે? અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે બુધવારના એક બેઠકમાં કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને ક્રિપ્ટો કરેન્સી કંટ્રોલ કરવાની જરૂરિયાત ગણાવી છે. તેમણે કહ્યું કે, યુક્રેન-રશિયા સંઘર્ષે ક્રિપ્ટો કરેન્સી સહિત ડિજિટલ ફાઈનાન્સ પર કાર્યવાહી કરવાની જરૂરિયાતને દેખાળી છે. તેમણે કહ્યું હતું કે 'અમારી પાસે ઘણા ભાગો સાથે આ વિકસતા બિઝનેસ છે, અને તે પ્રકારનું નિયમનકારી માળખું છે જે સ્થાને નથી.'
યુક્રેનની સરકાર ક્રિપ્ટોમાં કરી રહી છે ડોનેશનની માંગ
કેટલાક ક્રિપ્ટો કરેન્સી એક્સપર્ટનું માનવું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ ક્રિપ્ટો કરેન્સીની કહાનીમાં બદલાવ લાવી શકે છે અને તે અત્યાર સુધીની સરખામણીમાં વધારે સ્વીકાર્ય થઈ શકે છે. ક્રિપ્ટો એક્સપર્ટ અજીત ખુરાના કહે છે કે, તથ્ય આ છે કે યુક્રેનની સરકાર પણ ક્રિપ્ટોમાં યોગદાનની માંગ કરી રહ્યું છે. જે બ્લોકચેન-આધારીત ધનના ઉપયોગને માન્ય કરે છે.
ભવિષ્યમાં ક્રિપ્ટોનું વધી શકે છે મહત્વ
એક બ્લોકચેન લો ફર્મ ક્રિપ્ટો લીગલના વકીલ અને સંસ્થાપક પુરુષોત્તમ આનંદનું કહેવું છે કે, જો રશિયા હકિકતમાં હાલના પ્રતિબંધોના પ્રભાવથી બચવા માટે ક્રિપ્ટોક્યૂચ્યુર્ન્સનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તો આપણે દુનિયાભરમાં તેના વધતા પ્રભાવને જોઈ શકશું. ખાસકરી અમેરિકા અને યુરોપ, ક્રિપ્ટો કરેન્સીના ક્ષેત્રમાં કડક નિયમો સાથે આગળ આવી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ પણ સંભવ છે કે, ક્રિપ્ટોને એવી જગ્યાએ મોટું સ્થાન મળી શકે છે. ક્રિપ્ટો એક ઓપ્શનલ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઉભરી આવશે.
ભારતની દ્રષ્ટીમાં ક્રિપ્ટોનું મહત્વ
ભારત ભવિષ્યમાં ક્રિપ્ટો કરેન્સીને કેવી રીતે જુએ છે, તે સરકારના વલણ પર આધાર રાખે છે. જે અત્યાર માટે સાવધાન છે. હાલમાં સરકારે ક્રિપ્ટો માટ મોટો ટેક્સ લગાવ્યો છે. પુરુષોત્તમ આનંદ કહે છે કે, જો રશિયા હકિકતમાં બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરેન્સીનો ઉપયોગ કરી આર્થિક પ્રતિબંધોના પ્રભાવથી બચવા અથવા ઘટાડવા માટે સક્ષમ છે. તો આરબીઆઇ ભારતમાં ક્રિપ્ટો કરેન્સી તરફ વલણ વધારી શકે છે. ભારત સરકાર પણ ક્રિપ્ટો કરેન્સી બિલ માટે એક કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. જો કે, તે દિશામાં અત્યાર સુધી કોઈ ચોક્કસ કામ થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube