Future Retail Share: શેર બજારમાં ઘણા એવા શેર છે જેણે રોકાણકારોને કંગાળ બનાવી દીધા છે. આ શેરમાં રોકાણકારોએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ઉદાહરણ તરીકે ફ્યૂચર ગ્રુપની કંપની ફ્યૂચર રિટેલના શેર જોઈ શકો છો. કંપનીના શેર વર્તમાનમાં 3 રૂપિયા પર આવી ગયો છે, પરંતુ એક સમય હતો જ્યારે તેની કિંમત 634 રૂપિયા (24 નવેમ્બર 2017ની શેર પ્રાઇઝ) થી પણ વધુ હતી. એટલે કે સ્ટેબલ ઈન્વેસ્ટરોને આ સ્ટોકે લગભગ 100 ટકાનું નુકસાન કરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના શેરની સ્થિતિ
આ દિવસોમાં ફ્યૂચર રિટેલના શેર ફોકસમાં છે અને કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે સોમવારે ફ્યૂચર રિટેલના શેરમાં 5 ટકા જેટલી તેજી જોવા મળી છે અને કંપનીનો શેર 3.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા પાંચ-છ દિવસથી કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી રહી છે. તો છેલ્લા એક મહિનામાં 30 ટકા જેટલો વધારો થયો છે. આ શેર 3 એપ્રિલ 2023ના 52 સપ્તાહના નિચલા સ્તર 2.10 રૂપિયા પર આવી ગયો હતો. 13 જુલાઈ 2022ના શેર 52 સપ્તાહના હાઈ 7.70 રૂપિયા પર પહોંચી ગયો હતો. 


આ પણ વાંચોઃ ₹1125 પર આવ્યો હતો IPO,હવે ₹145 પર આવી ગયો શેર, ડૂબી ગયા રોકાણકારોના રૂપિયા


કંપનીના અચ્છે દિન આવશે?તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) સહિત ત્રણ કંપનીઓ ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. (FEL) એક 'સંભવિત' ખરીદનાર તરીકે. FEL હાલમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) માં છે. ફ્યુચર એન્ટરપ્રાઇઝિસના રિઝોલ્યુશન પ્રોફેશનલે ત્રણ સંભવિત રિઝોલ્યુશન અરજદારો (PRAs)ની પ્રારંભિક સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. RRVL ઉપરાંત, યાદીમાં સ્ટીલ કંપની જિંદાલ (ભારત) અને પોલિએસ્ટર વિસ્કોસ અને બ્લેન્ડેડ ફેબ્રિક ઉત્પાદક GBTLનો પણ સમાવેશ થાય છે. આ પસંદ કરેલી કંપનીઓએ 24 ઓગસ્ટ, 2023 સુધીમાં તેમના રિઝોલ્યુશન પ્લાન સબમિટ કરવાના રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube