Ganesh Chaturthi 2022: દેશના ગમે તે ખૂણે `લાલબાગના રાજા`નો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકશો, ખાસ જાણો વિગતો
લાલબાગના રાજા મુંબઈના સૌથી ચર્ચિત અને મોસ્ટ પોપ્યુલર ગણપતિ પંડાલમાંથી એક છે. અનેક લોકો લાલબાગના રાજાના દર્શન પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. જેના કારણે તેઓ બાપ્પાના પ્રસાદથી વંચિત રહી જાય છે. પરંતુ આ વર્ષે બાપ્પાના ભક્તો માટે અલગથી એક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રસાદ ઓનલાઈન રીતે ઓર્ડર કરી શકાશે. તેની ડોરસ્ટેપ ડિલિવરી પણ કરવામાં આવશે.
Ganesh Chaturthi 2022: આજથી દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જે 10 દિવસ સુધી ચાલશે. જ્યારે જ્યારે ગણેશોત્સવની વાત થાય ત્યારે મુંબઈના લાલબાગના રાજાનો ઉલ્લેખ તો અવશ્ય થાય. લાલબાગના રાજા મુંબઈના સૌથી ચર્ચિત અને મોસ્ટ પોપ્યુલર ગણપતિ પંડાલમાંથી એક છે. અહીં બોલીવુડથી લઈને દરેક ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓ ગણપતિ બાપ્પાના દર્શન માટે આવે છે. અત્રે જણાવવાનું ભાદરવા સુદ ચોથની તિથિ ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે.
લાલબાગના રાજાના પ્રસાદ માટે સુવિધા
અનેક લોકો લાલબાગના રાજાના દર્શન પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. જેના કારણે તેઓ બાપ્પાના પ્રસાદથી વંચિત રહી જાય છે. પરંતુ આ વર્ષે બાપ્પાના ભક્તો માટે અલગથી એક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રસાદ ઓનલાઈન રીતે ઓર્ડર કરી શકાશે. તેની ડોરસ્ટેપ ડિલિવરી પણ કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે લાલાબાગના રાજાનો પ્રસાદ ઘરે ઘરે પહોંચાડવા માટે જિયોમાર્ટ અને પેટીએમનો સહારો લેવામાં આવ્યો છે. જો ભક્ત જિયોમાર્ટ દ્વારા પ્રસાદની હોમ ડિલિવરી લેવા માંગતા હોય તો તેઓ સરળતાથી કરી શકે છે. મુંબઈ, થાણા, અને નવી મુંબઈના લોકો જિયોમાર્ટ દ્વારા બાપ્પાનો પ્રસાદ પોતાના ઘરે મંગાવી શકે છે. જેમાં પ્રસાદ તરીકે બે લાડુ આપવામાં આવશે.
પેટીએમ કરશે દેશભરમાં ડિલિવરી
જો તમે પેટીએમ દ્વારા લાલબાગના રાજાનો પ્રસાદ મંગાવશો તો તમને 250 ગ્રામ ડ્રાઈ ફ્રૂટ્સ પ્રસાદ તરીકે મળશે. દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે આ ઓર્ડર કરી શકો છો. લાલબાગના રાજાની અધિકૃત વેબસાઈટ પર તમે તેની પ્રોસેસ જાણી શકો છો અને બાપ્પાનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકો છો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube