પ્રથમ દિવસે ડબલ કરી શકે છે પૈસા, 190 રૂપિયાનો છે શેર, 240 રૂપિયા ચાલી રહ્યો છે GMP
ગણેશ ગ્રીન ભારતનો આઈપીઓ 229 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 190 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર 240 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ગણેશ ગ્રીન ભારતના આઈપીઓને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ગણેશ ગ્રીન ભારતના આઈપીઓ પર 229 ગણાથી વધુ દાવ લાગ્યો છે. ગ્રે માર્કેટમાં પણ ગણેશ ગ્રીન ભારતના સ્ટોકે ધમાલ મચાવી છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 125 ટકાથી વધુના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. ગણેશ ગ્રીન ભારતના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઇશારો કરી રહ્યું છે કે શેર સારા ફાયદાની સાથે બજારમાં લિસ્ટ થઈ શકે છે. કંપનીનો આઈપીઓ 5 જુલાઈએ ઓપન થયો હતો અને 9 જુલાઈએ બંધ થયો હતો.
125 ટકા પ્રીમિયમ પર કંપનીના શેર
આઈપીઓમાં ગણેશ ગ્રીન ભારતના શેરનો ભાવ 190 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર 240 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 ટકાથી વધુ છે. જીએમપી પ્રમાણે ગણેશ ગ્રીન ભારતના શેર પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી શકે છે. કંપનીના શેર શુક્રવાર 12 જુલાઈએ નેશનલ સ્ટોક એક્સચેન્ડજના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ગણેશ ગ્રીન ભારતના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 125.23 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચોઃ ₹75000 પગાર અને 10 વર્ષની નોકરી, હવે તમને કંપની તરફથી કેટલી ગ્રેચ્યુઈટી મળશે? જાણો
કંપનીના IPO પર લાગ્યો 229 ગણો દાવ
ગણેશ ગ્રીન ભારતનો આઈપીઓ ટોટલ 229.92 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 176.88 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 470.44 ગણો દાવ લાગ્યો હતો. આઈપીઓમાં ક્વોલીફાયડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં 154.50 ગણો સબ્સક્રાઇબ થયો હતો. ગણેશ ગ્રીન ભારતના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરો 1 લોટ પર દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 600 શેર હતા. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે કંપનીના આઈપીઓમાં 114000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું છે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા હતી, જે હવે 73.42 ટકા રહી જશે.