Ganesh Infraworld IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આ સપ્તાહે શુક્રવાર, 29 નવેમ્બરે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટર આ ઈશ્યુમાં 3 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકે છે. આ આઈપીઓ- કન્સ્ટ્રક્શન અે સંબંધિત સર્વિસ પ્રોવાઇડર ગણેશ ઈન્ફ્રાવર્લ્ડનો છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે 78-83 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. બુક-બિલ્ટ ઈશ્યુમાં કંપની દ્વારા 1.18 કરોડ ઈક્વિટી શેરનો એક નવો ઈશ્યુ સામેલ છે, જેનો મતલબ છે કે આ આઈપીઓની સંપૂર્ણ આવક (ઓફર ખર્ચને છોડી)  કંપનીમાં જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
પશ્ચિમ બંગાળ સ્થિત કંપની એન્જિનિયરિંગ, ખરીદ અને બાંધકામ (EPC) સેવાઓમાં નિષ્ણાત છે અને ઔદ્યોગિક નાગરિક પ્રોજેક્ટ્સ, રહેણાંક અને વ્યાપારી ઇમારતો, રોડ, રેલવે ઇન્ફ્રા, પાવર અને પાણી વિતરણ પ્રોજેક્ટ્સ માટે બાંધકામ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. 31 ઓગસ્ટ સુધીમાં તેની ઓર્ડર બુક રૂ. 574.9 કરોડ હતી, જેમાં 41 ચાલુ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કંપની આઈપીઓમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી રૂ. 70 કરોડ ખર્ચવા માગે છે, બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરશે.


આ પણ વાંચોઃ IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ


જાણો અન્ય માહિતી
એન્કર ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 28 નવેમ્બરે ખુલશે. વિવરો ફાઈનાન્શિયલ સર્વિસિઝ આ ઈશ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજરના રૂપમાં કાર્ય કરી રહી છે. ગ્રે માર્કેટમાં આજે કંપનીના શેર 14 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 97 રૂપિયા છે, એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને આશરે 17 ટકાનો ફાયદો થઈ શકે છે.