ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ (onion price) કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તો બીજી તરફ લસણ (Garlic Price) ની ભારે અછત વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉંચા ભાવે લસણ વેચાઈ રહ્યું છે. લસણ ખરીદવાની હિંમત પણ સમાન્ય માણસ કરી શકે તેમ નથી. લસણના વેપાર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ હાલમાં બજારમાં લસણનો જે માલ ઠલવાઇ રહ્યો છે તે જૂનો માલ છે. નવો માલ હજુ હોળી પછી આવવાની શક્યતા છે. ત્યારે લસણનો ભાવ (Garlic Price hike) પણ આસમાને પહોંચ્યો છે. 


 સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણના ભાવ પર કરીએ નજર....
લસણના ભાવ પર નજર કરીએ તો, લસણના ભાવમાં સીધો જ 25 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જૂન પહેલા લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 6000 રૂપિયા હતા, જે લસણનો હોલસેલ ક્વિન્ટલ ભાવ 8 હજાર રૂપિયાથી 14 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે, જે લસણ પહેલા હોલસેલ બજારમાં 60 રૂપિયે વેચાતુ હતું, તે હવે 80 થી 140 રૂપિયા પર પહોંચી ગયું છે. તો બીજી તરફ, લસણનો રિટેલ ભાવ 120-140 હતો, તેને બદલે હવે 200-240 વસૂલવામાં આવી રહ્યા છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. 


મોદી સરકાર માટે તેમનો ગમતો Bullet train પ્રોજેક્ટ પૂરો કરવો ‘મુશ્કિલ હિ નહિ, નામુમકીન હૈ...’


ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયા ગુજરાતનો ખેડૂત, બોલ્યા-ઘર ચલાવવા નહિ, પણ ફરી પાક વાવવા તો સહાય આપો?


ડુંગળીનો ભાવ તો બજેટ બહાર પહોંચ્યો...
સ્થાનિક માર્કેટમાં ડુંગળીના છુટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી જતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. છેલ્લા 3 દિવસોમાં જ ડુંગળીની કિંમતમાં 20 થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.વેપારીઓના જણાવ્યા મુજબ 15 ડિસેમ્બર પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા નથી. ઓક્ટોબર મહિનામાં ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે નવેમ્બર-ડિસેમ્બરમાં ઉતરનારો ડુંગળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો. જેના કારણે ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે ગણ્યાગાંઠ્યા 4-5 રાજ્યો જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળી પૂરી પાડી રહ્યા છે જેના કારણે ડુંગળીની માંગ પૂર્ણ થઇ શકતી નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડુંગળીની વધતા ભાવોને કાબૂમાં લેવા આયાતથી લઇને લોકોને સસ્સા ભાવે ડુંગળી પૂરી પાડવા સહિતના અનેકવિધ પગલાંઓ લેવાની શરૂઆત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube