શેરબજારના ભગવાનની ભવિષ્યવાણી! 30% સુધી તૂટશે બજાર, 2008 કરતા પણ સ્થિતિ થશે ખરાબ, રોકાણકારોને આપી આ સલાહ
ક્રિકેટના ભગવાન તો તમે જાણતા હશો, સચિન તેંડુલકર ગણાય છે. પરંતુ શું તમે શેર માર્કેટના ભગવાનને જાણો છો? માર્કેટ એક્સપર્ટ અને અર્થશાસ્ત્રી ગેરી શિલિંગને શેર માર્કેટના ભગવાનની ઉપમા અપાયેલી છે. જો કે આ વખતે ગેરી શિલિંગની વાતોએ આખી દુનિયાને પરેશાન કરી નાખી છે.
ક્રિકેટના ભગવાન તો તમે જાણતા હશો, સચિન તેંડુલકર ગણાય છે. પરંતુ શું તમે શેર માર્કેટના ભગવાનને જાણો છો? માર્કેટ એક્સપર્ટ અને અર્થશાસ્ત્રી ગેરી શિલિંગને શેર માર્કેટના ભગવાનની ઉપમા અપાયેલી છે. જો કે આ વખતે ગેરી શિલિંગની વાતોએ આખી દુનિયાને પરેશાન કરી નાખી છે. શેર બજારમાં તેજી કે મંદીનો દોર આવતો જતો રહે છે. 2008માં અમેરિકી બજારમાં આવેલી મંદી બાદ કોરોના સંક્રમણ કાળમાં બજાર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. પરંતુ હવે બજારમાં એક વધુ મોટા અને ભયાનક જોખમની આહટ સંભળાઈ રહી છે. માર્કેટ પ્રોફેટ ગેરી શિલિંગે આ મંદીને લઈને બજારને ચેતવ્યું છે.
અત્રે જણાવવાનું કે ગેરી શિલિંગ 2008માં અમેરિકામાં આવેલી મંદીની સટિક ભવિષ્યવાણી માટે જાણીતા છે. ધ જૂલિયા લા રોશ શોમાં તેમણે કહ્યું હતું કે ફેડરલ રિઝર્વ મોંઘવારીને નિયંત્રણમાં લાવીને આગામી વર્ષથી વ્યાજદરોમાં કાપ શરૂ કરી દેશે. તેમણે દુનિયાને 2008માં આવેલી મંદીથી પણ વધુ મોટી મંદી પ્રત્યે ચેતવી છે.
અમેરિકામાં આવશે 2008થી મોટું સંકટ
બિઝનેસ ઈનસાઈડર્સના એક રિપોર્ટ મુજબ ગેરી શિલિંગે અમેરિકી અર્થવ્યવસ્થાને ચેતવતા કહ્યું કે તેઓ ફરીથી ધીરે ધીરે એક મોટી આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યા છે. કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં આવેલી તેજીને તેમણે પરપોટો ગણાવી છે. જે ગમે ત્યારે ફૂટી શકે છે. તેના કારણે સેક્ટરમાં મોટી મંદી આવશે. જે ધીરે ધીરે અન્ય સેક્ટરોને પણ પ્રભાવિત કરશે. આ ઘટનાક્રમથી શેર બજારમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે મારો મત છે કે શેરોમાં લગભગ 30 ટકાથી 40 ટકાનો ઘટાડો થશે. આ દરમિયાન શેર બજાર પોતાના નિચલા સ્તરે પહોંચી જશે. તેમણે ભવિષ્યવાણીમાં કહ્યું કે અમેરિકી ઈન્ડેક્સ એસએન્ડપી 500 લગભગ 2900 અંક કે કોરોના મહામારી બાદના સૌથી નીચલા સ્તરે જઈ શકે છે. નોંધનીય છે કે દુનિયાભરના દેશોમાં શેરબજારોની હાલત ખુબ ખરાબ છે.
મળી રહ્યો છે મંદીનો ઈશારો
ધ જૂલિયા લા રોશ શોમાં ગેરી શિલિંગે કહ્યું કે જો કે અમેરિકામાં મંદી નથી. પરંતુ જલદી આવવાની છે. તેમણે કહ્યું કે કોઈ પણ જોખમ પહેલા ઘંટી વાગતી નથી. જો તમે અનેક પ્રમુખ સંકેતકોને જોતા હોવ જે વિશ્વસનીય રીતે મંદીની સંભાવનાઓને દર્શાવે છે તો તેમને જોઈને જોઈને લાગે કે મંદીથી બચવું ખુબ મુશ્કેલ છે. અત્રે જણાવવાનું કે હાલમાં અમેરિકી અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી ઈકોનોમી છે. તેનો હાલનો આકાર 26.7 ટ્રિલિયન ડોલર છે. બીજા સ્થાન પર ચીનની અર્થવ્યવસ્થા છે જેનો આકાર 19.24 ટ્રિલિયન ડોલર છે. વિશ્વમાં ત્રીજા સ્થાન પર જાપાન અને ચોથા સ્થાન પર જર્મની છે. જાપાનની અર્થવ્યવસ્થા 4.39 ટ્રિલિયન ડોલર છે જ્યારે જર્મનીની 4.28 ટ્રિલિયન ડોલર છે. નોંધનીય છે કે 2008માં અમેરિકામાં મંદી આવતા આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube