અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ મુકામ પર પહોંચનારા એશિયાના પહેલા વ્યક્તિ છે. Forbes ની રિયલ ટાઈમ બિલિયોનર લિસ્ટ મુજબ અદાણી 155.3 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. આ યાદીમાં ફ્રાંસના ઊદ્યોગપતિ બર્નાર્ડ આરનોલ્ટ 155.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 149.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે છે. 
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 273.5 અબજ ડોલરની સાથે પહેલા નંબરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરેલુ શેરબજારમાં ગુરુવારે નબળાઈ આવી પરંતુ આમ છતાં અદાણી જૂથની કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી. અદાણી ગ્રુપની સાતેય લિસ્ટેડ કંપનીઓના શેરોમાં તેજી આવી. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં સૌથી વધુ 4.97 ટકા તેજી આવી. અદાણી ટ્રાન્સમિશનમાં 3.27 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકા, અદાણી પોર્ટ્સમાં 2.21 ટકા, અદાણી પાવરમાં 3.45 ટકા અને અદાણી વિલ્મરમાં 3.03 ટકા તેજી આવી.  Forbes ની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ ગુરુવારે અદાણીની નેટવર્થમાં પાંચ અબજ ડોલરનો ઉમેરો થયો. જ્યારે આરનોલ્ટની નેટવર્થમાં 3.1 અબજ ડોલર અને બેજોસની નેટવર્થમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો  થયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube