Gautam Adani Range Rover: ગૌતમ અદાણી (Gautam Adani) ભારત જ નહી, એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. તે મોટાભાગે ચર્ચામાં આવે છે. જ્યારે તેમના બિઝનેસ સાથે જોડાયેલા કોઇ સમાચાર આવે. અથવા અમીરોની યાદીમાં તેમના ક્રમમાં કોઇ ફેરફાર થયો હોય. આ સિવાય તે સમાચારોથી દુર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ તે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 4 કરોડની એક કાર ખરીદી છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌતમ અદાણીએ Land Rover ની Range Rover એસયૂવી ખરીદી છે. આ ગાડીની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. hottestcarsin નામના પેજએ ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં ગૌતમ અદાણીએ Range Rover ગાડીના ફોટા અપલોડ કર્યા છે. ગૌતમ અદાણી આ કાર સફેદ રંગની છે. તેમણે આ ગાડીને Autobiography 3.0 ડીઝલ લોન્ગ-વ્હીલબેસ વેરિએન્ટને ખરીદી છે. આ ગાડીનું 7 સીટર વર્જન છે. 

આવી રહી છે MG ની 'છોટુ' ઇલેક્ટ્રિક કાર, 300km સુધી દોડશે, બસ આટલી હશે કિંમત


દમદાર એન્જીન અને ફીચર્સ
Range Rover Autobiography 3.0 ડીઝલમાં 3000 સીસીનું ઇનલાઇન-6 ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 346 bhp નો મેક્સિમમ પાવર અને 700 Nm નો પીક ટોર્ક આઉટપુટ આપે છે. આ ખાસ વેરિએન્ટમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. 


બહારની તરફ તમને ડીઆરએલ સાથે LED હેડલાઇટ્સ અને મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ઇંટીરિયરમાં 13.1 ઇંચ ટચસ્ક્રીન, ચાર ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, હેડ અપ ડિસ્પ્લે, વાયરલેસ ડિવાઇસ ચાર્જિંગ અને 3ડી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે અદાણી પાસે BMW 7-Series, Toyota Vellfire, Audi Q7, Ferrari California અને Rolls-Royce Ghost જેવી શાનદાર કાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube